બરોડા જીલ્લા ડભોઇ તાલુકા દર્ભાવતિ નગરી નાડભોઇ પોલીસ દ્વારા ત્રણ સવારી અને હેલ્મેટ વગર ફરતા બાઈક ચાલકો સામે 20 દિવસમાં 5 લાખ દંડનીય વસૂલી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ડભોઇ

સરકારે જાહેર કરેલા હેલ્મેટ તથા માસ્ક પહેરવાના નિયમ ને લઈ શિનોર ચોકડી, વેગા ચોકડી, નાદોદી ભાગોળ સહિત ના હાઇવે રોડ ઉપર ડભોઇ પોલીસ દ્વારા સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે ચેકીંગ દરમિયાન ત્રણ સવારી અને હેલ્મેટ વગર ફરતા બાઈક ચાલકો સામે પોલીસે લાલઆંખ કરી બાઈક ચાલકો ને ઉભા રાખી રૂ.૫૦૦ લેખે સ્થળ ઉપર દંડ ફટકારવામાં આવ્યું હતો. જેથી ત્રણ સવારી અને હેલ્મેટ તથા મસ્ક વગર ફરતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. હાલ બાઈક ચાલકો ના અકસ્માત માં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માત સમયે માથાના ભાગે ઈજા થવાથી ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા છે. જેથી સરકાર ની ગાઈડ લાઈન મુજબ હેલ્મેટ પહેરી બાઈક ચલાવવામાં આવે તો જીવ બચાવી શકાય તેમ છે. જેથી હેલ્મેટ ફરજીયાત પહેરવું જરૂરી છે.

રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઇ

Related posts

Leave a Comment