હિન્દ ન્યૂઝ, નર્મદા,
નર્મદા જિલ્લામાં તા.૨૦ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને ગુરુવારના રોજ સવારના ૬:૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તિલકવાડા તાલુકામાં સૌથી વધુ-૫૦ મિ.મિ. અને સાગબારા તાલુકામાં સૌથી ઓછો-૦૬ મિ.મિ વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં-૩૫ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૩૫ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં-૨૦ મિ.મિ. વરસાદ નોંધાયાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૨૯૨ મિ.મિ વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૨૦૩૪ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૪૯૨ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૧૦૩૩ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૧૦૩૦ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૮૭૦ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો, નર્મદા ડેમ-૧૩૬.૮૯ મીટર, કરજણ ડેમ-૧૧૪.૧૯ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૭.૭૩ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૭.૪૪ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ-૧૭.૫૦ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા