અંબાજી પોલીસ ની સુંદર કામગીરી ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અંબાજી પોલીસ

હિન્દ ન્યૂઝ, અંબાજી

બોર્ડર રેન્જ આઈ.જી.પી. જે.આર.મોરથલીયા તથા પોલીસ અધીક્ષક તરુણ દુગ્ગલ નાઓ એ હાલમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ એ.એસ.પી. સુશીલ અગ્રવાલ સા.પાલનપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈંન્સ.જે.બી.આચાર્ય તથા અ.પો.કો. મુકેશકુમાર ગલબાભાઈ બ.નં.-૧૬૦૨ તથા પો.કો.શૈલેષકુમાર સાયબાભાઈ બ.નં.-૧૪૨૯ તથા પો.કો. દિલીપપુરી વસંતપુરી બ.નં.-૧૫૩૧ નાઓ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે અંબાજી પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.રનં.૧૦/૨૦૧૮ ઈ.પી.કો. ક-૧૧૮, ૧૯૩, ૧૯૬, ૩૮૪, ૪૧૭, ૪૧૮, ૪૨૦, ૪૨૬, ૪૪૭, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૪, ૧૨૦(બી) મુજબના ગુનાના કામના આરોપી
રેમાભાઈ સોમાભાઈ જાતે પરમાર (આદીવાસી ) ઉ.વ.૪૨ ધંધો મજુરી રહે- કુંભારીયા જોડ ફળી તા-દાંતા જી.બનાસકાંઠા વાળો, હાલમાં કુંભારીયા જોડ ફળી સીમમાં આવેલ છે. જે બાતમી હકીકત આધારે આરોપીને કુંભારીયા જોડ ફળી સીમ માંથી પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટર : બિપિન સોલંકી, અંબાજી

Related posts

Leave a Comment