જેતપુર સીટી પો.સ્ટે. ના પ્રોહીબિશન ગુનાના કામે છેલ્લા આઠ માસ થી નાસતા ફરતા આરોપીને પકડીપાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ

હિન્દ ન્યૂઝ, જેતપુર,

રાજકોટ રેન્જ ના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર એ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર એ. આર. ગોહિલ ની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો જેતપુર સીટી પો.સ્ટે. વિસ્તારમાં એલ.સી.બી ને લગતી કામગીરી અનુસંધાને પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. શક્તિસિંહ જાડેજા તથા પો.કોન્સ. કૌશીકભાઇ જોષી ને મળેલ સંયુક્ત હકિકત આધારે જેતપુર સીટી પો.સ્ટે. c પાર્ટ ગુ.ર.ન ૧૧૨૧૩૦૨૨૨૦૦૦૦પ/૨૦ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ) ૧૧૬(બી) ૮૧ મુજબના ગુન્હાનાકામે છેલ્લા આઠ માસથી નાશતા ફરતા આરોપી ને પકડી પાડી હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપી
યશ રમેશભાઇ કેવલાણી જાતે સિંધી ઉ.વ. ૨૩ ધંધો મજુરી રહે. હાલ જુનાગઢ ઉપરકોટ કાજીવાડા મુન્નાભાઇ બ્રાહમણ ના મકાનમાં ભાડે થી મૂળ રહે. રાજકોટ જંકશન પ્લોટ જુલેલાલ મંદિર પાસે. કામગીરી કરનાર ટીમ માં પોલીસ ઇન્સ્પેકટર એ.આર.ગોહીલ, પો હેડ કોન્સ શક્તિસિંહ જાડેજા, પો. હેકકોન્સ સંજયભાઇ પરમાર , પો કોન્સ નારણભાઇ પંપાણીયા, પો કોન્સ દિવ્યેશભાઈ સુવા , પો કોન્સ કૌશિકભાઇ જોશી, પો કોન્સ નીલેશભાઇ ડાંગર ભારે જેહમત ઉઠાવી હતી.

રિપોર્ટર : અમ્રુત સિંગલ, જેતપુર

Related posts

Leave a Comment