રાજકોટ શહેરમાં જિલ્લા પંચાયત ચોક ખાતે સ્કુલ ફીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તે દરમિયાન ૧૦૦ વધારે કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી

રાજકોટ,

રાજકોટ શહેરમાં આજે સવારમાં જિલ્લા પંચાયત ચોક ખાતે સ્કૂલ ફીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન આમ આદમી પાર્ટીના તમામ ૧૦૦ વધારે કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને ઘેટા બકરાની જેમ પોલીસ બસમાં પૂરીને લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામ કાર્યકર્તાઓને પોલીસ હેડકોટરે લઈ જવામાં આવ્યા હતા.સામાન્ય વાસ્તવિક જોઈએ તો અત્યારે કોરોના અને લોકડાઉન ના કારણે ધંધા-રોજગાર ખોવાઈ ગયા છે. ત્યારે સામાન્ય માણસને પોતાનુ ઘર સલાવિ શકાય તેવી પરિસ્થિતિ નથી. અત્યારે સામાન્ય લોકોને ખાવાના પણ ફાંફા છે. જ્યારે આ સરકાર ફી વધારો તેમજ સંકુલ બંધ હોવા છતાં ફી ઉઘરાણી કરવામાં આવી રહી છે.

રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment