રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. મકરસંક્રાતી તથા રવીવાર એમ ૦૨ દિવસ જાહેરરજા હોય બહોળી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારેલ. જેમાં તા.૧૪/૦૧/૨૦૨૩ તથા તા.૧૫/૦૧/૨૦૨૩ એમ બે જ દિવસમાં કુલ ૨૧,૯૧૪ સહેલાણીઓ પધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂા.૫,૪૦,૩૧૦/-ની આવક થયેલ છેતેમમેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેનસંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

મકર સંક્રાતીના દિવસ ૦૨ દરમિયાન મુલાકાતીઓનો વિશેષ ઘસારો:

જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે અસંખ્ય મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. ખાસ કરીને મકરસંક્રાતીના દિવસે મુલાકાતીઓની વિશષ ભીડ રહી હતી. મકરસંક્રાતી તથા રવીવારએમ ૦૨ દિવસ જાહેરરજા હોય બહોળી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારેલ. જેમાં તા.૧૪/૦૧/૨૦૨૩ તથા તા.૧૫/૦૧/૨૦૨૩ એમ બે જ દિવસમાં કુલ ૨૧,૯૧૪ સહેલાણીઓ પધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂા.૫,૪૦,૩૧૦/-ની આવક થયેલ છે.

ઝૂ ખાતે સાત માસ પહેલા જન્મ થયેલ ૦૨ સફેદવાઘ બાળ તેની માતા સાથે ખેલતા કુદતા જોઇ મુલાકાતીઓ ખુબજ પ્રભાવીત થયા હતા. હાલ ઝૂ ખાતે જુદી જુદી ૬૦ પ્રજાતિઓનાં કુલ-૫૨૧ વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે.

Related posts

Leave a Comment