PMSVANidhi  યોજના અંતર્ગત લોન અરજીઓની મંજુરીની પ્રક્રિયા માટે તા. ૧૮ થી ૨૦ જાન્યુઆરી દરમ્યાન કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, રાજકોટ

ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi(PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી શકે તે હેતુથી પ્રથમ તબક્કામાં રૂ.૧૦,૦૦૦/-સુધીની વર્કિંગ કેપિટલલોન સિક્યુરીટી વિના બેંકોમારફત મળવાપાત્ર થાય છે. તથા પ્રથમ લોન પૂર્ણ થયેલ લાભાર્થીઓને રૂ.૨૦,૦૦૦/- સુધીની વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત સરળતાથી મળી રહે તે માટે નીચેની વિગતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

ક્રમ બેંક તારીખ સમય સમય અને સ્થળ
સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા ૧૮/૦૧/૨૦૨૩

 

સવારે ૧૦:૦૦ થી સાંજનાં૫:૦૦ કલાકેસુધી  રાજકોટ મહાનગરપાલિકા

શ્રી રમેશભાઈ છાયા સભાગૃહ,બીજો માળ,સેન્ટ્રલ ઝોન કચેરી ઢેબર રોડ

રાજકોટ.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા

બેંક ઓફ બરોડા

૧૯/૦૧/૨૦૨૩ રાજકોટ મહાનગરપાલિકા

સેન્ટ્રલ ઝોન કચેરી, કોન્ફરન્સ હોલ, પ્રથમ માળ,ઢેબર રોડ, રાજકોટ

બેંક ઓફ બરોડા

બેંક ઓફ ઇન્ડીયા

૨૦/૦૧/૨૦૨૩ રાજકોટ મહાનગરપાલિકા

શ્રી રમેશભાઈ છાયા સભાગૃહ,બીજો માળ,સેન્ટ્રલ ઝોન કચેરી ઢેબર રોડ

રાજકોટ.

આ યોજના અંતર્ગત માન. કમિશનરશ્રી અમિત અરોરા સાહેબનાં માર્ગદર્શનમાં શહેરી શેરી ફેરિયાઓ માટે પી.એમ.સ્વનિધિ યોજના સંબધિત લાભથી વંચિત ન રહે તે માટે લાભાર્થીઓને બેંક ખાતે વારંવાર મુલાકાત ન લેવી પડે અને લોન મંજુરીની પ્રક્રિયા સરળ થાય તે માટે જે ફેરિયાઓની લોન બેંક દ્વારા મંજુર થયેલ છે પણ ખાતામાં લોનની રકમ જમા થયેલ નથી તેવા લોકો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ માટે ઉપર દર્શાવેલ લગત બેંકોનાં લાભાર્થીઓએ આધાર કાર્ડ, બેંક પાસબુક તથા પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે કેમ્પમાં ઉપસ્થિત રહેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

વિશેષમાં કેમ્પના સ્થળે તા.૧૮/૦૧/૨૦૨૩ થી તા.૨૧/૦૧/૨૦૨૩ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અસંગઠિત ક્ષેત્ર નાં કામદારો માટે ઈશ્રમ કાર્ડ રજીસ્ટ્રેશનની કામગીરી પણ કરવામાં આવનાર છે. જેનો પણ લાભ લેવા લાભાર્થીઓને જાણ કરવામાં આવે છે.

Related posts

Leave a Comment