ભાવનગરની સમરસ કુમાર છાત્રાલય ખાતે “ઇન્ટરવ્યૂ ટેક્નીકસ” અંગે સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગરમાં સમરસ કુમાર છાત્રાલય મિટિંગ હૉલ ખાતે “એક્સપર્ટ ટોક ઓન ઇન્ટરવ્યૂ ટેક્નીકસ” અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમરસ કન્યા છાત્રાલય ભાવનગરની કન્યાઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો. આ સેમિનારમાં વિધાર્થીઓએ સ્નાતક થયા પછી જોબ ફેરમાં ભાગ લેવામાં ઘણી સમસ્યાઑ ઉદભવતી હોય છે. તેમાથી મોટાભાગે Placement, Resume અને Interview પૂછાતા પ્રશ્નો, તકનીકી પ્રશ્નો વગેરેમાં કેવી રીતે તૈયારી કરવી તે અંગેના આ સેમિનાર માં મુખ્ય વક્તા તરીકે જ્ઞાનમંજરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલૉજી (GMIT)ના હેડ પ્રો.મૃગેશ મકવાણા દ્વારા ઇન્ટરવ્યુ ની તકનીકો પર માર્ગદર્શન આપેલ, જેમાં સમરસ છાત્રાલયના કુમાર અને કન્યાઓ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ માહિતી તેઓને કારકિર્દી માં ખૂબ જ ઉપયોગી નીવડે તેવી શુભેરછા સમરસ કુમાર અને કન્યાના છાત્રાલયના અધિકારી એમ.કે.રાઠોડ, વી.સી.વસાણી દ્વારા પાઠવેલ તેમજ સેમિનારમાં વિધાર્થીઑને મળેલ જ્ઞાનવર્ધક માહિતીના ફિડબેક પણ લેવામાં આવ્યા હતા.

Related posts

Leave a Comment