પાલીતાણામાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પ્રસંગે પાલીતાણા હાઈસ્કૂલ ખાતે ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, પાલીતાણા

 પાલીતાણામાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પ્રસંગે પાલીતાણા હાઈસ્કૂલ ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવ પ્રદર્શન સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ના સ્થાનિક સેવાકેન્દ્ર દ્વારા સ્વર્ગીય દુનિયા વૈકુંઠ નું જીવંત મોડેલ જેમાં બાલકૃષ્ણ, શ્રી રાધાકૃષ્ણ અને ગોપીઓ સંગ સુખ શાંતિ અને પ્રેમની ખુશમય દુનિયા નું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા રાજ્યોગ મેડીટેશન નો સાપ્તાહિક કોર્સ અને અભ્યાસ વિનામૂલ્ય શીખવવામાં આવે છે જેમાં આત્મા અને પરમાત્માનો સત્ય પરિચય, કર્મોની ગુહ્ય ગતિ, મનુષ્ય જન્મ ની કહાની, તનાવ મુક્ત ખુશનુંમા જીવન વિષે આધ્યાત્મિક જ્ઞાન વિના મૂલ્યે આપવામાં આવે છે.

રિપોર્ટર : નિખિલ પરમાર, ભાવનગર 

Related posts

Leave a Comment