રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી માલધારી સેલ દ્વારા કૃષ્ણ જન્મ ઉત્સવ ની કરવામાં આવી ઉજવણી

હિન્દ ન્યુઝ, રાધનપુર

રાધનપુર ખાતે આવેલા કંસારા વાસ ખાતે રાત્રે 12 ના ટકોરે કેક કાપીને કરવામાં આવી ભવ્ય ઉજવણી

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માલધારી સેલના ગુજરાતના હોદ્દેદાર ચીકાભાઇ રબારી, રાધનપુર શહેર ભાજપ યુવા મોરચા ના પ્રમુખ દિનેશભાઈ ભરવાડ માલધારી અને ભાજપ કાર્યકર્તા અને આમ લોકોની ઉપસ્થિતિમાં કૃષ્ણ જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ દિવસ નિમિત્તે કેક કાપી મટકી ફોડ કાર્યક્રમ કરી રાસ ગરબા રમી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી માલધારી સેલ દ્વારા મોટી સંખ્યામાં રાધનપુર નગરજનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment