હિન્દ ન્યુઝ, સોમનાથ
જન્માષ્ટમીના પાવન પર્વે હરિ-હર ની પાવન ભૂમિ સોમનાથ મહાદેવના સાનિધ્યે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, સોમનાથ મહાદેવના દર્શન કરી મુખ્યમંત્રી ધન્ય બન્યા હતા. સોમનાથ પરિસરમાં આવેલ સરદાર વલ્લભભાઇ પટેલ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, શ્રી સોમનાથ મંદિર ખાતે ભુદેવોના મંત્રોચ્ચાર સાથે પુષ્પહારથી મુખ્યમંત્રીનું સ્વાગત સેક્રેટરી યોગન્દ્રભાઈ દેસાઇએ પુષ્પમાળા સાથે કરેલ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી એ સોમનાથ મહાદેવને બિલ્વાર્ચન, પુષ્પાર્ચન, સોમેશ્વર મહાપૂજન ધ્વજાપુજન કરેલ હતા. આ પૂજાવિધિ મુખ્ય પૂજારી વિજયભાઇ ભટ્ટની ટીમ દ્વારા કરવામાં આવેલ હતી. પૂજા બાદ મુખ્યમંત્રી ને રુદ્રાક્ષ માળા સાથે સન્માન પુજારી વિજયભાઇ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ, સાથે જ શાલ ઓઢાડી સન્માન ટ્રસ્ટી જે ડી પરમાર દ્વારા કરવામાં આવેલ હતુ, સોમનાથ મહાદેવ ની છબી આપી સન્માન સેક્રેટરી યોગન્દ્રભાઈ દેસાઇ એ કરેલુ હતુ.
હાલ શ્રાવણ માસ પર્વે શરૂ થયેલી ખાસ મીકેનીઝમ સીસ્ટમ જેમનાથ ધ્વજા મંદિરના શિખર સુધી પહોંચે છે, અને યાત્રિકો સ્વહસ્તે ધ્વજા ચડાવી ધન્ય બને છે, આ સિસ્ટમથી ધ્વજા રોપણ કરી માન.મુખ્યમંત્રી ધન્ય બન્યા હતા. આ પ્રસંગે ગીર સોમનાથ જીલ્લા કલેકટર આર જી ગોહિલ, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા, પાલિકા પ્રમુખ પિયુષ ફોફંડી, માનસિંહભાઈ પરમાર, ઝવેરીભાઇ ઠકરાર, જશાભાઇ બારડ, ગોવિંદભાઇ પરમાર, જે ડી સોલંકી સહિત મહાનુભાવો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.