હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)
તારીખ 28 મી ફેબ્રુઆરીનાં માંગરોળ તાલુકા પંચાયત ની 24 તેમજ જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે મતદાન થનાર છે.ત્યારે આજે માંગરોળ ખાતે આવેલી એસ.પી.એમ. હાઈસ્કૂલના કમ્પાઉન્ડ તથા અન્ય ઇમારતોમાંથી, તાલુકાનાં 161 બુથો માટે પ્રેસાઇડિંગ, આસિસ્ટન્ટ પ્રેસાઇડિંગ, પોલીંગસ્ટાફ તથા અન્ય સ્ટાફ મળી કુલ 966નાં સ્ટાફને જમાડી દરેક બુથ ઉપર વિવિધ સામગ્રી સાથે જે તે રૂટ ની બસ રવાના કરવામાં આવી હતી અને 96 સ્ટાફ રિઝર્વ રાખવામાં આવ્યો છે. આમ કુલ 1062 સ્ટાફની ગોઠવણ કરવામાં આવેલ છે. આ અંગેનું ખુબ સુંદર આયોજન જિલ્લા ચૂંટણી અધિકારી એ.જી.ગામીત, ડી.કે.વસાવા, દિનેશ ભાઈ પટેલ, ગીરીશભાઈ પરમાર, તેમજ અન્ય સ્ટાફે કરી હતી. એસ.પી.મદ્રેસા સ્કૂલના કમ્પાઉન્ડમા આરોગ્યની ટીમ પણ એમ્બ્યુલન્સ સાથે કોરોનાની ચકાસણી માટે હાજર રાખવામાં આવી હતી.આ તમામ કામગીરી મોહનસિંહ ખેરે કરી હતી.
રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)