માંગરોળના રિસીવિંગ સેન્ટર તથા મતગણતરી સેન્ટરની મુલાકાત લેતા રાજ્ય ચૂંટણી આયોગનાં નોડલ અધિકારી અને અધિક કલેક્ટર એસ.ડી.વસાવા

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

માંગરોળ તાલુકા પંચાયત ની 24 તેમજ જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે મતદાન થનાર છે. ત્યારે માંગરોળ એસ.પી.એમ. હાઈસ્કૂલ ખાતે રિસીવિંગ તથા કાઉનટીંગ સેન્ટરની મુલાકાત આજે રાજ્ય ચૂંટણી આયોગનાં નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર એસ.ડી. વસાવા એ લીધી હતી. એમણે સ્થળનુ નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી.એમની સાથે જિલ્લા ચૂંટણી અધિકારી એ.જી.ગામીત, મામલતદાર ડી.કે.વસાવા, દિનેશભાઈ પટેલ, ગીરીશભાઈ પરમારવગેરે સાથે રહ્યા હતા અને આ અંગે માહિતી આપી હતી.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment