હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ
તા.૨૮, કોડીનારની દક્ષિણામુર્તિ સોસાયટીમાં રહેતા અરશીભાઈ કાછેલાની ૩૭ વર્ષીય પુત્રી નીલમે આજે મતદાન કરી રાષ્ટ્રીય પર્વમાં સહભાગી થઈ હતી. મતદાન મથક ગોહિલની ખાણ-૩ માં જિલ્લા પંચાયત ૯ દેવળીના અને તાલુકા પંચાયત ૧૧ કડવાસણના પુરુષ-૬૩૩, મહિલા-૫૬૯ સહિત કુલ ૧૨૦૨ મતદારો નોંધાયેલા છે. આજે સવારે આ મતદાન મથકે નીલમબેને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. હરશીભાઈએ જણાવ્યું હતું કે, મારી પુત્રી જન્મથી જ મંદબુદ્ધિ છે. તેમની રાજકોટ શહેરમાં સાત વર્ષ સુધી તબીબી સારવાર કરાવી હતી. મારી પુત્રી દરેક ચુંટણી મતદાન કરી લોકશાહી પર્વમાં જોડાઈ છે. ઉપરાંત સુત્રાપાડાના પ્રનાવાડા ૯૦ વર્ષીય વૃધ્ધ મહિલા મલેક અમનાબેન ઈબ્રાહિમે આજે પ્રનાવાડા ખાતે લોકશાહી પર્વમાં મતદાન કર્યું હતું.