રોટરી ક્લબ ઓફની નવી ટીમ વર્ષ ૨૦૨૨/૨૩ ની સપથ વિધી કાર્યક્રમ યોજાયો પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ની ઉપસ્થિતિમાં “રોટરી ક્લબ ઓફ ધ્રાંગધ્રા” નો 64 મો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ધાંગધ્રા  

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે તાજેતરમાં જ ધાંગધ્રા રોટરી ક્લબ ઓફ વર્ષ ૨૦૨૨/૨૩ ની ટીમની રચના કરવામાં આવી જેમાં પ્રમુખ વિશાલભાઈ અઢીયા તથા સેક્રેટરી કુલદિપ સિંહ ઝાલાની વર્ણી કરવામાં આવી હતી ઈન્ટરનેશનલ ઓફિસર તરીકે આશીષભાઈ અજમેર તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ની અધ્યક્ષ સ્થાને શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો રોટરી ક્લબ વિવિધ વિસ્તારોમાં વિવિધ સેવાકીય કાર્યો વર્ષોથી કરી રહ્યું છે ત્યારે ધ્રાંગધ્રા રોટરી ક્લબ છેલ્લા 64 વર્ષોથી સમાજને ઉપયોગી થાય એવા અનેક કાર્યો કરતું આવ્યું છે અને નવનિયુક્ત પ્રમુખ અને સેક્રેટરીની વરણી થતા ધ્રાંગધ્રા ખાતે રોટરી ક્લબનો 64મો ઇન્સ્ટોલેશન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં રોટરી ક્લબના મેમ્બરો વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રોટરી ક્લબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી એક વર્ષમાં રોટરી ક્લબ સ્વસ્થ ધાંગધ્રા સ્વચ્છ ધાંગધ્રા અને શિક્ષિત ધ્રાંગધ્રા ના ઉદ્દેશ્ય સાથે ધાંગધ્રા નગરપાલિકા ધ્રાંગધ્રા તાલુકા પંચાયત તેમજ બીજેપી અને વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈને ધ્રાંગધ્રા ને વધુમાં વધુ વિકાસ તરફ લઈ જવા અને સમાજ ઉપયોગી કાર્ય કરવા સતત પ્રયત્નશીલ રહેશે અને આ કાર્યમાં પ્રજાને પણ સહભાગી થવા માટે અપીલ કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા એ જણાવ્યું હતું કે રોટરી ક્લબ ઓફ ધ્રાંગધ્રા વર્ષોથી સફળતાપૂર્વક મેડિકલ શિક્ષણ તેમજ સ્વચ્છતા ને લગતા અનેકવિધ કાર્યક્રમ સહિત સેવાકીય પ્રવૃત્તિઓથી સમાજને ઉપયોગી કાર્યો કરી રહ્યું છે ત્યારે ધાંગધ્રા પંથકની પ્રજાએ પણ એમાં સહભાગી થવું જોઈએ અને નવનિયુક્ત પ્રમુખ તેમજ સેક્રેટરી વિશાલભાઈ અઢિયા અને કુલદીપ સિંહ ઝાલા ને અભિનંદન પાઠવ્યા હતા

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment