વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત વિવિધ શાળાઓમાં સ્પર્ધાઓ યોજાઈ

બોટાદ 

વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત જીલ્લાભરની પ્રાથમિક શાળાઓમાં ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધાઓમાં શાળાનાં બાળકો ઉલ્લાસ અને ઉમંગ સાથે ભાગ લઈ રહ્યાં છે. શાળાઓમાં સ્વચ્છ ભારત, જય જય ગરવી ગુજરાત, પાણી બચાવો, ભારતની આઝાદી માટે યોગદાન આપનારા વિરો, ગુજરાતની ૨૦ વર્ષની વિકાસયાત્રા જેવા અલગ-અલગ વિષયો પર ચિત્રો દોરતાં તેમજ નિબંધ લખતાં બાળકોની સર્જનાત્મકતા પણ ખીલી ઉઠી છે. શાળા કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને રથયાત્રાના આગમન સમયે યોજાનાર કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સન્માનિત પણ કરવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમ અંતર્ગત બેલા, ચાચરિયા, ટીંબલા, ઉમરાળા, નાગનેશ અને રાણપરી સહિત અનેક ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. વંદે ગુજરાત વિકાસયાત્રા અન્વયે શાળાઓમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ રંગેચંગે ભાગ લઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વંદે ગુજરાત વિકાસ યાત્રા અન્વયે રથનું આગમન થતાં વિવિધ ગામના લોકો દ્વારા રથનું સ્વાગત કરી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. આ કાર્યક્રમમાં ગામમાં વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત સહિત વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી રહી છે. ઉપરાંત નવા વિકાસકાર્યોની ઘોષણા પણ કરવામાં આવી રહી છે.

Related posts

Leave a Comment