બોટાદ જિલ્લામાં વોલીબોલ એકેડમીમાં પ્રવેશ માટે હાઈટ-હન્ટ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ  

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલીત વોલીબોલ એકેડમી તેમજ ડી.એલ.એસ.એસ. માટે વર્ષ ૨૦૨૨-૨૩ માટે નવા ખેલાડીઓને પ્રવેશ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં અસાધારણ ઊંચાઈ ધરાવતાં ભાઈઓ-બહેનો માટે વોલીબોલ રમતની એકેડમી અને ડી.એલ.એસ.એસ.માં જોડાવા હાઈટ-હન્ટ યોજાશે. જેમાં નીચે જણાવેલ વય અને ઉંચાઇની મર્યાદામાં રસ ધરાવનારા ભાઇઓ-બહેનોએ તા- ૧૪/૦૭/૨૦૨૨ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે પોતાનું ઓરીજનલ આધાર કાર્ડ તથા જન્મ તારીખના દાખલા સાથે શ્રી આદર્શ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય, હડદડ રોડ, બોટાદ ખાતે હાજર રહેવા જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, બોટાદની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ક્રમ ઉંમર બહેનોની ઉંચાઈ ભાઇઓની ઉંચાઈ
1 12 163+ 168+
2 13 166+ 173+
3 14 171+ 179+
4 15 173+ 184+
5 16 175+ 187+
6 17 177+ 190+
7 18 178+ 192+
વધુ માહિતી માટે મો.નં. ૯૨૬૫૨ ૯૬૯૧૪ પર સંપર્ક કરવો.

Related posts

Leave a Comment