હિન્દ ન્યુઝ, જામનગર
જામનગરમાં હિન્દુ સેના દ્વારા સૌપ્રથમ વખત સંસ્કૃત શિબિર નું એટલે કે સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન ૧૧/૦૭/૨૦૨૨ ના હિન્દુ સેના ધર્માચાર્ય વિભાગ પ્રમુખ ગુરુજી રવિ જોશી ના માર્ગદર્શન થી ઓમ સંસ્કૃત એકેડમી, પંચવટી ખાતે શુભ શરૂઆત શિબિર શિક્ષક ગુરુજી રવિ જોશી તેમજ સહ શિક્ષક ડો. સિદ્ધાર્થ જૈન મૂળ (જાપાન) આયુર્વેદ યુનિ., સહ શિક્ષક જયદેવ રાવલ એ કરી હતી. જે શિબિર આરંભ માં દીપ પ્રાગટ્ય ડો. અનિલભાઈ દ્વિવેદી સંસ્કૃત પ્રાધ્યાપક (એ. કે. દોશી મહિલા કોલેજ), પ્રો. જીતેન્દ્રભાઈ સોઢા ગુજરાતી પ્રાધ્યાપક (એ.કે. દોશી મહિલા કોલેજ), ડો. કેતનભાઇ ધોળકિયા માનસશાસ્ત્ર પ્રાધ્યાપક(એ. કે. દોશી મહિલા કોલેજ) તેમજ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ, સંકલન પ્રમુખ મયુર ચંદન એ કર્યું હતું.
પહેલેથીજ મર્યાદિત સંખ્યા સાથે આ સંસ્કૃત સંભાષણ વર્ગ નો આરંભ થયો જે આપણી સંસ્કૃતિ ને આગળ લાવવા તેમજ આપના ઋષિ ઓના આપેલા વારસાને જાળવવા તેમજ ડિજિટલ યુગ માં પણ સંસ્કૃત નું એટલુજ મહત્વ છે અને તે શીખવું જરૂરી છે. તે જોતા આપણે આપણો વારસો જાળવવો એટલો જ જરૂરી છે. આ શિબિર ની શુભારંભ કરવામાં ઓમ સંસ્કૃત એકેડેમીના શિબિર સહાયક કાર્યકર્તા વિદ્યાર્થી શક્તિસિંહ પરમાર, હર્ષિલ ભટ્ટ, દેવાંગ જોશી, રાહુલ ભોગાયતા એ વ્યવસ્થા ઊભી કરી હતી.