૧૫ ઓક્ટોબરે ભુજ ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગેની બેઠક કલેક્ટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ

            કચ્છ જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગેની બેઠક આજરોજ કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ગરીબ કલ્યાણ મેળાના સુચારૂ આયોજન તેમજ વ્યવસ્થા અને દેખરેખની વિવિધ પ્રકારની કામગીરી અંગે જિલ્લા કલેક્ટરએ સંબંધિત વિભાગના  અધિકારીઓને માહિતગાર કર્યા હતાં

         તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાનાર છે. જે અન્વયે ટાઉન હોલ ભુજ -કચ્છ  ખાતે ૧૫મી ઓક્ટોબરના રોજ ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે. આ બેઠક દરમ્યાન કલેક્ટરએ વિવિધ વિભાગની જનકલ્યાણની યોજનાઓ હેઠળ લાભાર્થીઓને આપવાના થતા લાભો વધુને વધુ લાભાર્થીઓને આ ગરીબ કલ્યાણ મેળાનો લાભ મળે તે પ્રકારે આયોજન કરવા સૂચન કર્યું હતું. પાત્રતા ધરાવતા  લાભાર્થી વિવિધ યોજનાઓના લાભ વ્યવસ્થિત રીતે અને સરળતાથી મેળવી શકે તે માટે સંબંધિત અધિકારીઓને સુચાના આપી હતી. અને જરૂરી તકેદારી રાખવા સંલગ્ન વિભાગોને જણાવ્યું હતું.

        ઉલ્લેખનીય છે કે વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને આ મેળો ટાઉન હોલ ભુજ -કચ્છ  ખાતે યોજાશે. જેમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની વિવિધ સાધન-સહાયનો  લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.

        આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેક્ટર મિતેષ પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જી.કે,રાઠોડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આસ્થાબેન સોલંકી, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, પ્રાંત અધિકારી સર્વ તેમજ તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment