બોટાદના ગઢડીયા ગામે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના રથનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરાયું

વંદે ગુજરાત વિકાસ યાત્રા

હિન્દ ન્યુઝ, બોટાદ

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસના કામોને જન જન સુધી પહોંચાડવા માટે “વંદે ગુજરાત વિકાસ યાત્રા” નો રથ તા. ૫ મી જુલાઈથી બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહ્યો છે ત્યારે આજે છઠ્ઠા દિવસે બોટાદના ગઢડીયા ગામે “વંદે ગુજરાત વિકાસ યાત્રા” નો રથ આવી પહોચતા ગઢડીયા ગામની બાળાઓ દ્વારા કુમ કુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે ગ્રામજનોને સરકારની જન કલ્યાણકારી યોજનાઓથી માહીતગાર કરાયાં હતાં. આ વેળાએ બોટાદના ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી એમ. એન. માંઝરીયા, વિસ્તરણ અધિકારી રમેશભાઈ લાખાણી, ગઢડીયાના તલાટી કમ મંત્રી શ્રીમતી ભારતીબેન ઝાપડીયા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment