ગૂગલ અસિસ્ટન્ટમાં માય સ્ટોરીટાઈમ ફીચર ઉમેરવામાં આવ્યું, ઓનલાઈન સ્ટોરી રેકોર્ડ શેર કરી શકાશે

ગેજેટ ડેસ્કઃ ગૂગલ અસિસ્ટન્ટને વધારે સુવિધાનજક બનાવવા માટે તેમાં ‘My Storytime’ (માય સ્ટોરીટાઈમ) ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર નેસ્ટ મિનિ, નેસ્ટ હબ અને હબ મેક્સ ધરાવતા ડિવાઇસ પર વિવિધ સ્ટોરી રેકોર્ડ કરી શકશે.

આ ફીચર જેનિફર ઓલિવરની ફેમિલીથી ઇન્સ્પાયર્ડ છે તેમને ઇન્ટરનેટ પર એક મેસેજ પણ શેર કર્યો છે.

યુઝર MyStorytime.com વેબસાઈટ પરથી સ્ટોરીને રેકોર્ડ કરી શકે છે અથવા mp3 ફાઈલને અપલોડ કરી શકે છે.

અપલોડ કરવામાં આવેલી સ્ટોરીને યુઝર અને યુઝરએ સિલેક્ટ કરેલા લોકો જ સાંભળી શકે છે. અપલોડ કરેલી સ્ટોરીને ફ્રેન્ડ અને ફેમિલી સભ્યો સાથે શેર કરી શકાય છે. તેના માટે સભ્યો પાસે ગૂગલ અકાઉન્ટ અને અને તેમની ઉંમર 13 વર્ષથી વધારે હોવી આવશયક છે.

આ ફીચરની મદદથી નાઈટ શિફ્ટ અને ટ્રાવેલ કરતા લોકો તેમની સ્ટોરી ફેમિલી મેમ્બર સાથએ શેર કરીને ફેમિલી સાથે રહેવાનો અહેસાસ કરી શકે છે.

Source: Divya Bhaskar (For Testing Purpose)

Related posts

Leave a Comment