સેમસંગ બે નવા સ્માર્ટફોન ગેલેક્સી A51 અને ગેલેક્સી A81 લોન્ચ કરશે, ગેલેક્સી A51માં ચાર રિઅર કેમેરા હશે

ગેજેટ ડેસ્ક. સેમસંગ ટૂંક સમયમાં બે નવા સ્માર્ટફોન ‘ગેલેક્સી A51’ અને ‘ગેલેક્સી A81’ લોન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, મોડલ નંબર SM-A515Fના નામથી લોન્ચ થનાર આગામી ગેલેક્સી એ સીરિઝના સ્માર્ટફોનના બ્લૂટૂથ અને વાઈ-ફાઈ સર્ટિફિકેશન સાઈટ પર સપોર્ટ થયો હતો. તેને ગેલેક્સી A51 નામથી લોન્ચ કરવામાં આવી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, તેમાં 5 મેગાપિક્સલનો માઈક્રો લેન્સ કેમેરા હશે. તે ઉપરાંત SM-AN815F મોડલ નંબરનો સ્માર્ટફોન પણ સ્પોટ થયો હતો. તેને ગેલેક્સી A81 નામથી લોન્ચ કરવામાં આવી શકે છે. સેમસંગ ગેલેક્સી A81 સ્માર્ટફોનનાં એસ-પેન સપોર્ટ મળશે, જે અત્યાર સુધી સેમસંગના ગેલેક્સી નોટ સીરીઝના સ્માર્ટફોનમાં ઉપલબ્ધ હતું.

ગેલેક્સી A51 માં L-શેપ કેમેરા સેટઅપ મળી શકે છે
સેમ મોબાઈલ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, અપકમિંગ સ્માર્ટફોન ગેલેક્સી A51માં ચાર રિઅર કેમેરા મળી હશે, જેમાં એક 5 મેગાપિક્સલનો માઈક્રો લેન્સ હશે. તેની મદદથી ટૂંકા-અંતરના શોટ્સ અને નાના ઓબ્જેક્ટના ક્લિયર ફોટો ક્લિક કરી શકાશે. તે ઉપરાંત ફોનમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી લેન્સ, 13 મેગાપિક્સલનો સેકેન્ડરી અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને 5 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર મળી શકે છે. ફોનમાં
પંચ હોલ ડિઝાઈન ડિસ્પ્લે મળશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, તેમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા હશે.

થોડા દિવસો પહેલા ગેલેક્સી A51 ના સેફ્ટી કેસની તસવીરો લીક થઈ હતી જેના અનુસાર ગેલેક્સી A51માં L-શેપ ક્વાડ રિઅર કેમેરા સેટઅપ મળશે. ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને એક્સીનોસ 9611 પ્રોસેસર આપવામાં આવી શકે છે.

સામાન્ય રીતે ગેલેક્સી-એ સીરિઝના સ્માર્ટફોનના મોડલ નંબર SM-A નામથી શરૂ થાય છે અને ગેલેક્સી નોટ ફેમિલીના મોડલ નંબર SM-N નામથી શરૂ થાય છે. પરંતુ પહેલી વખત કોઈ સ્માર્ટફોનનો મોડલ નંબર SM-AN નામથી શરૂ થાય છે. ફોનમાં એસ-પેન સપોર્ટ મળશે એવું માનવામાં આવી રહ્યું છે જે અત્યાર સુધી ગેલેક્સી નોટ સીરિઝના સ્માર્ટફોનમાં જોવા મળતું હતું.

ગેલેક્સી A81 ને ગેલેક્સી A80 ના અપગ્રેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવી રહ્યો છે. ગત વર્ષે લોન્ચ થયેલ A80માં રોટેટિંગ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું હતું. તે મોટોરાઈઝ્ડ કેમેરા છે જે ફ્રંટ અને રિઅર કેમેરા બંનેનું કામ કરે છે.

Related posts

Leave a Comment