2020માં આઈફોન 12 પ્રો અને આઈફોન 12 પ્રો મેક્સ લોન્ચ થશે, સ્માર્ટફોનમાં 3D સેન્સિંગ કેમેરા આપવામાં આવશે

ગેજેટ ડેસ્ક: બારકલેઝ એનાલિસ્ટ બ્લાઇન કર્ટિઝ અને અસોસિએટ્સ અનુસાર અમેરિકાની દિગ્જ ટેક કંપની સપ્ટેમ્બર 2020માં આઈફોન 12 પ્રો અને આઈફોન 12 પ્રો મેક્સ લોન્ચ કરશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એપલ કંપની વર્ષ 2020માં 3 સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ તમામ સ્માર્ટફોન 5G ટેક્નોલોજીને સપોર્ટ કરશે.

અપકમિંગ એપલ સ્માર્ટફોનમાં રિઅર ફેસિંગ 3D સેન્સિંગ કેમેરા આપવામાં આવશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ સ્માર્ટફોનમાં 5.4 અને 6.7 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે.

એપલ કંપની ભારત સહિત ગ્લોબલ માર્કેટમાં અફોર્ડેબલ સ્માર્ટફોન SE2 લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સમાર્ટફોનમાં આઈફોન11ની જેમ જ A13 ચિપસેટ આપવામાં આવશે. આ ફોનમાં 3GB સુધીની રેમ આપવામાં આવશે.

એપલ કંપની તેના રૅપ અરાઉન્ડ ડિસ્પ્લેવાળા ફોનને લોન્ચ કરવાની તૈયારીમાં છે. ‘ઈલેક્ટ્રોનિક ડિવાઇસ વિથ રૅપ અરાઉન્ડ ડિસ્પ્લે’ નામથી કંપનીએ પેટન્ટ ફાઈલ કરાવી છે. આ ફોનમાં ડિસ્પ્લે એક લૂપની જેમ કામ કરશે યુઝર સ્ક્રીનની ફ્રન્ટ અને બેક પેનલથી ફોનને ઓપરેટ કરી શકશે.

Source: Divya Bhaskar (For Testing Purpose)

Related posts

Leave a Comment