5 ડિસેમ્બરે નોકિયા કંપની નવો સ્માર્ટફોન લોન્ચ કરશે, ટ્વિટર પર ટીઝર વીડિયો રિલીઝ થયો

ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોન મેકર નોકિયા 5 ડિસેમ્બરે તેનો લેટેસ્ટ સ્માર્ટફોનને લોન્ચ કરશે. કંપનીએ ટ્વીટ કરીને તેનો ટીઝર વીડિયો રિલીઝ કર્યો છે. જોકે આ સમાર્ટફોનના નામ વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. ગત વર્ષે નોકિયા 8.1ની લોન્ચિંગ ડેટ 5 ડિસેમ્બર જ હતી. તેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અપકમિંગ સ્માર્ટફોન નોકિયા 8.2 હોઈ શકે છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અપકમિંગ સમાર્ટફોન નોકિયા 2.3 અથવા નોકિયા 5.2 પણ હોઈ શકે છે.

ગત વર્ષે લોન્ચ કરવામા આવેલા ‘નોકિયા 8.1’ સ્માર્ટફોનમાં 6.18 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે જ ફોનમાં 6GB સુધીની રેમ પણ આપવામાં આવી છે. તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. જોકે 5 ડિસેમ્બરે લોન્ચ થનારા સ્માર્ટફોનના સ્પેસિફિકેશન વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

નોકિયા 5.2 સ્માર્ટફોનની તસવીરો વાઇરલ પણ થઈ ચૂકી છે. તેમાં 48MPનો પ્રાઈમરી કેમેરા અને સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપવામાં આવી શકે છે. નોકિયા 5.2ની ચર્ચાને જોઈને અનુમાન છે કે 5 ડિસેમ્બરે તેને પણ લોન્ચ કરવામાં આવી શકે છે.

Source: Divya Bhaskar (For Testing Purpose)

Related posts

Leave a Comment