પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સાર્વત્રિક વરસાદ

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો જેમાં પાટણ જિલ્લા માં અત્યાર સુધીમાં ૭૦% વરસાદ નોંધાયો છે. પાટણ ના રાધનપુર સહેર માં મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી, રાધનપુર માં વરસાદ આજે વહેલી સવાર થી વરસી રહ્યો છે વરસાદ નું આગમન થતાં ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળ્યો.સાથે નીચાણવાળા વિસ્તારો માં વરસાદી પાણી ભરાયાં વરસાદ થી રાધનપુર રેફરલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાતા દર્દીઓ થયા પરેશાન.રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ના પટાંગણ માં ઢીંચણ સમાં પાણી ભરાયા રેફરલ હોસ્પિટલમાં પાણી ભરાતા પાણી માંથી પસાર થતા દર્દીના સગાઓ પરેશાન.રાધનપુર માં ધીમી ધારે વરસાદ ચાલુ,રાધનપુર મસાલી રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા તેમજ ગંજ બજાર માં પાણી ભરાતા લોકો માં ભારે હાલાકી .ભારે વરસાદ થી રસ્તાઓ પર પાણી ભરાયાં વાહન ચાલકો થયા પરેશાન.

પાટણ જીલ્લા મા છેલ્લા ૨ દિવસ થી સાર્વત્રિક વરસાદ નોંધાયો જેમાં અત્યાર સુધીમાં ૭૦% વરસાદ નોંધાયો છ. આમ પાટણ જિલ્લા ના રાધનપુર માં છેલ્લા ૨ દિવસ થી ધીમી ધારે સાર્વત્રિક વરસાદ નોંધાયો.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment