રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૨ના રોજ ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાઈ

હિન્દ ન્યૂઝ, રાજકોટ

     રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી આજ ૧૫મી ઓગસ્ટ-૨૦૨૨ના રોજ ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કરવામાં આવેલ. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ સલામી સમારોહમાં માન.મેયર ડૉ. પ્રદિપ ડવએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી અને સુરક્ષા વિભાગના અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પરેડ યોજવામાં આવેલ હતી.

       આ પ્રસંગે ડે.મેયર ડૉ. દર્શિતાબેન શાહ,  સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટર જયમીનભાઇ ઠાકર, નરેન્દ્રભાઈ ડવ, નીતિનભાઈ રામાણી, નરેન્દ્રસિંહ જાડેજા, જીતુભાઈ કાટોડીયા, ભાવેશભાઈ દેથરીયા, મગનભાઈ સોરઠીયા, અશ્વિનભાઈ પાંભર, બીપીનભાઈ બેરા, ચેતનભાઈ સુરેજા, વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, હાર્દિકભાઈ ગોહિલ, બાબુભાઈ ઉધરેજા, જ્યોત્સનાબેન ટીલાળા, રાજેશ્રીબેન ડોડીયા, ડૉ. દર્શનાબેન પંડ્યા, રુચીતાબેન જોશી, નયનાબેન પેઢડીયા, દેવુબેન જાદવ, જયાબેન ડાંગર, દુર્ગાબા જાડેજા, બીનાબા જાડેજા, અલ્પાબેન દવે, અસ્મિતાબેન દેલવાડિયા, મિતલબેન લાઠીયા, કંકુબેન ઉધરેજા, વર્ષાબેન રાણપરા, આશાબેન ઉપાધ્યાય, શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય કિરણબેન માંકડિયા તેમજ ડે.કમિશનર આશિષ કુમાર, સી.કે.નંદાણી, એ.આર.સિંહ, મ્યુનિસિપલ સેક્રેટરી ડૉ.હરીશ રૂપારેલીઆ, વિજીલન્સ સુરક્ષા અધિકારી આર.બી.ઝાલા, સીટી એન્જીનીયર દોઢિયા, કોટક, ગોસ્વામી, અઢીયા, ગોહેલ, અલ્પનાબેન મિત્રા, આરોગ્ય અધિકારી ડૉ.વાકાણી, ડૉ.વાંઝા, ડૉ.રાઠોડ, આસી.કમિશનર હર્ષદ પટેલ, કગથરા, ધડુક, વાસંતીબેન પ્રજાપતિ, પાર્કસ એન્ડ ગાર્ડન ડાયરેક્ટર ચૌહાણ, પર્યાવરણ અધિકારી નિલેશ પરમાર, ડાયરેક્ટર આઈ.ટી. ગોહેલ, ડે. સેક્રેટરી હરેશ લખતરીયા, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, વલ્લભ જીંજાળા, ચીફ ફાયર ઓફિસર ખેર, પી.એ. ટુ કમિશનર એન.કે. રામાનુજ, પી.એ. ટુ ચેરમેન એચ.જી. મોલીયા, આસી.મેનેજર અમિત ચોલેરા, કાથરોટીયા, પ્રોજેક્ટ ઓફિસર કાશ્મીરાબેન વાઢેર, તેમજ પોલીસ તથા ફાયર બ્રિગેડના જવાનો તેમજ જુદા જુદા વિભાગોના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ આર. પીપળીયાના માર્ગદર્શન હેઠળ આસી. મેનેજર અમીત ચોલેરા તથા સાંસ્કૃતિક વિકાસ વિભાગની ટીમે  જહેમત ઉઠાવેલ.

     આ પ્રસંગે માન.મેયર ડૉ. પ્રદિપ ડવએ રાષ્ટ્રને આઝાદી અપાવનાર તમામ શહીદોને વંદન સાથે શહેરના નગરજનો જોગ પોતાના સંદેશમાં શુભેચ્છા પાઠવેલ આપી હતી.

વિશેષમાં, મેયરએ જુસ્સા સાથે પંક્તિ રજુ કરેલ

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ,

દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈ,        

વક્ત આને પર બતા દેંગે તુજે ઓ આસમા,

હમ અભી સે ક્યા બતાએ ક્યા હમારે દિલ મેં હૈ.

     ભારત દેશની આઝાદી પછી દેશવાસીઓને ખુબ જ સરસ બંધારણ પ્રાપ્ત થયું. પરંતુ, કાશ્મીરમાં અલગ તિરંગો લહેરાવવામાં આવતો હતો. દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે કાશ્મીરમાંથી કલમ-૩૭૦ અને કલમ-૩૫એ દુર કરેલ છે. જેના પરિણામ સ્વરૂપ આજે કાશ્મીર થી કન્યાકુમારી સુધી સમગ્ર દેશમાં એક જ રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યો છે.

વિશેષમાં, મેયરએ જણાવેલ કે, ભારત દેશના તિરંગાની તાકાત શું છે તે તાજેતરમાં સમગ્ર દેશવાસીઓએ જોયેલ છે. યુક્રેન અને રશિયાના ભીષણ યુદ્ધ વચ્ચેથી રાષ્ટ્રધ્વજની તાકાત થકી ભારત દેશના  વિદ્યાર્થીઓ સહી સલામત રીતે ભારત દેશ અને ત્યારબાદ પોતપોતાને ઘેર પરત પહોચ્યા હતા.

     આઝાદી કા અમૃત મહોત્સવની ૭૫ વર્ષની સમગ્ર દેશમાં શાનદાર રીતે થઈ રહેલ ઉજવણીમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલ હર ઘર તિરંગાની અપીલને સમગ્ર દેશવાસીઓની સાથોસાથ રાજકોટ શહેરના સૌ નગરજનોએ પણ ઉલ્લાસભેર સ્વીકારેલ છે જેના પરિણામ સ્વરૂપે આજે રાજકોટ શહેરમાં ૪ લાખથી વધુ તિરંગાઓ ફરકી રહ્યા છે, જે બદલ સૌ નગરજનોની રાષ્ટ્રભાવનાને વંદન કરું છું.

       ગુજરાત શાંત અને વ્યાપારમાં અગ્રેસર રહેતું રાજ્ય છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. સાથોસાથ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ૧૦૦ શહેરોમાં રાજકોટ અગ્રીમ હરોળમાં છે.

       આજે રાજકોટમાં આંગણવાડીઓ, શાળાઓ, અંગ્રેજી શાળાઓ, લાઇબ્રેરીઓ, બગીચાઓ, સ્વમિંગ પુલો, જીમ, ઇલેક્ટ્રિક બસો, હોકર્સ ઝોન, નવા બ્રીજ, ફાયર સ્ટેશન, ફાયરના આધુનિક સેફ્ટી સાધનો, નવું ઇન્ડોર સ્ટેડિયમ સહિતના શ્રેષ્ઠ અને લોકોપયોગી વિકાસકામો થઇ રહ્યા છે.

       સમગ્ર દેશમાં માત્ર ૬ શહેરોમાં જ લાઈટ હાઉસનો અદ્યતન પ્રોજેક્ટ કાર્યરત છે, રાજકોટ આ ૬ શહેરો પૈકીનું એક શહેર છે તે ગૌરવની વાત છે.

વિશેષમાં, શહેરીજનો ઉપરાંત ગુજરાતના રહેવાસીઓ માટે આશીર્વાદરૂપ એઇમ્સ હોસ્પિટલ કાર્યરત થયેલ છે તેમજ આગામી દિવસોમાં ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ પણ આપવામાં આવનાર છે. દેશ વિદેશના સેંકડો મુલાકાતીઓ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઇ રહ્યા છે. રાજકોટવાસીઓ ઉપરાંત રાજ્ય, દેશ અને વિશ્વભરના લોકો માટે નવીન નઝરાણું બની રહે તેવા રામવનની કામગીરી પૂર્ણ થયેલ છે, જેનું ટૂંક સમયમાં જ લોકાર્પણ થનાર છે.

કેન્દ્ર તથા રાજ્ય સરકારના સાથ-સહકારથી રાજકોટ શહેરનો ચોતરફ સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે સાથોસાથ શહેરમાં ભળેલા ગામોનો પણ વિકાસ થઇ રહ્યો છે અને પ્રાથમિક સુવિધાઓની સાથોસાથ શહેરીજનોને શ્રેષ્ઠ ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓ મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દિવસ રાત એક કરીને સતત પ્રયત્ન કરી રહ્યું  છે.

સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ થકી રાજકોટ શહેરને વિકાસની એક નવી ઉંચાઈએ પહોચાડવા આપણે સૌ કટીબધ્ધ બનીએ.

Related posts

Leave a Comment