રિઅલમી ‘X50’ ટૂંક સમયમાં લોન્ચ થશે, તેમાં બે પંચ હોલ સેલ્ફી કેમેરા સેટઅપ હશે

ગેજેટ ડેસ્ક. ચીની સ્માર્ટફોન કંપની ‘રિઅલમી X20 પ્રો’ સ્માર્ટફોન બાદ હવે ‘5G’ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. તાજેતરમાં કંપનીએ ચીની સોશિયલ નેટવર્કિંગ સાઈટ https://www.weibo.com/login.php?lang=en-us પર પોસ્ટ કરીને તેની જાણકારી આપી. પોસ્ટમાં કંપનીએ પોતાના પહેલા 5G ફોનના નામની પણ જાહેરાત કરી. તેને રિઅલની X50 5G નામથી વેચવામાં આવશે. રિઅલમી X50 ડ્યુઅલ-મોડ નોન- સ્ટેન્ડઅલોન (nsa) અને 5G સ્ટેન્ડઅલોન બંને પ્રકારના નેટવર્કને સપોર્ટ કરશે, જે રેડમીના અપકમિંગ ફોન રેડમી ‘K30 5G’થી પ્રેરિત છે. તે ઉપરાંત ફોનના ફ્રંટ પેનલ પર પિલ-શેપ પંચ હોલ ડિસ્પ્લે હશે જેમાં ડ્યુઅલ સેલ્ફી કેમેરા ફિટ હશે.

ડ્યુઅલ નેટવર્ક મોડ સપોર્ટ કરશે રિઅલમી X50
રિઅલમીના ચીફ માર્કેટિંગ ઓફિસર ઝૂ-કી ચેસે વીબો પર પોસ્ટ કરીને જાણકારી આપતા જણાવ્યું હતું કે, ‘રિઅલમી X50’ કંપનીનો પહેલો 5G સ્માર્ટફોન હશે. તેમાં 5G સ્ટેન્ડઅલોન (sa) અને નોન-સ્ટેન્ડઅલોન (nsa) નેટવર્ક એટલે કે ડ્યુઅલ મોડ 5G સપોર્ટ મળશે. પરંતુ કંપનીએ અત્યારે તે વિશે કોઈ જાણકારી નથી આપી કે 5G સપોર્ટ માટે તેમાં મીડિયાટેક પ્રોસેસર મળશે અથવા ક્વાલકમ પ્રોસેસર આપવામાં આવશે. સપ્ટેમ્બરમાં કંપનીએ આ જાહેરાત કરી હતી કે રિઅલમી 5G ફોન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે જેમાં ક્વાલકોમ 5G રેડી સ્નેપડ્રેગન 700 સીરિઝ પ્રોસેસર આપવામાં આવશે.

ડિસેમ્બરમાં શાઓમીએ પોતાનો નવો સ્માર્ટફોન રેડમી K30 5Gને ભારતીય માર્કેટમાં લોન્ચ કરશે. રિઅલમી X50 ભારતીય માર્કેટમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે તે વિશે રિઅલમીની તરફથી અત્યારે કોઈ જાહેરાત કરવામાં નથી. જો કે, રિઅલમી ઈન્ડિયાના સીઈઓ માધવ સેઠના જણાવ્યા પ્રમાણે, 2020 પહેલાં રિઅલમી પોતાનો 5G ફોન ભારતમાં લોન્ચ કરશે.

રિઅલમી X50માં ફ્રંટ પેનલ પર પિલ-શેપ પંચ હોલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે જે ડિસ્પ્લેના ટોપ-લેફ્ટ કોર્નરમાં ફિટ હળે. જ્યારે રેડમી K30 5Gમાં પણ આ પ્રકારનું કેમેરા સેટઅપ મળશે જે ટોપ-સાઈટ કોર્નરમાં ફિટ હશે. જો કે, કંપનીએ ફોનની કિંમત વિશે હજું સુધી કોઈ જાણકારી આપી નથી.

Source: Divya Bhaskar (For Testing Purpose)

Related posts

Leave a Comment