ભારતમાં Mi સ્માર્ટ LED ડેસ્ક લેમ્પ 1s લોન્ચ, કિંમત 1,999 રૂપિયા

ગેજેટ ડેસ્ક: શાઓમીએ ભારતના માર્કેટમાં પોતાની નવી હોમ પ્રોડક્ટ એમઆઈ સ્માર્ટ LED ડેસ્ક લેમ્પ 1s લોન્ચ કર્યો છે. ભારતમાં આ સ્માર્ટ લેમ્પની કિંમત 1,999 રૂપિયા છે. હાલ આ લેમ્પ કંપનીના ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ પર અવેલેબલ છે. આ લેમ્પમાં બ્રાઇટનેસ કંટ્રોલ અને ટેમ્પરેચર કંટ્રોલ જેવા ઘણા ફીચર છે. લેમ્પને એપની મદદથી કન્ટ્રોલ કરી શકાય છે. એટલું જ નહીં પણ આ સ્માર્ટ લેમ્પ એમેઝોન એલેક્સા, ગૂગલ આસિસ્ટન્ટ અને એપલ હોમ કિટને પણ સપોર્ટ કરે છે. લેમ્પ ફોલ્ડેબલ અને પોર્ટેબલ છે, એટલે કે યુઝર તેને પોતાની સાથે લઈ જઈ શકે છે. તેમાં રીડિંગ મોડ, પીસી મોડ, ફોકસ મોડ અને ચાઈલ્ડ મોડ મળે છે.

લેમ્પની ડિઝાઇન અને ફીચર્સ

  • LED લેમ્પ 1s 135 ડિગ્રી એન્ગલે બંધ થાય છેઅને ખૂલે છે.
  • રાઉન્ડ શેપમાં સ્ટેન્ડ સપોર્ટ આપ્યું છે, જેની પર ઓન-ઓફ કરવાનું બટન છે.
  • લેમ્પને Mi હોમ એપની મદદથી કંટ્રોલ કરી શકાય છે.
  • આ ઉપરાંત મોડ પણ યુઝર તેની પસંદના સિલેક્ટ કરી શકે છે, પીસી મોડ બ્લૂ લાઈટને ઓછી કરે છે, જેથી આંખો પર ઓછું દબાણ આવે છે.
  • ચાઈલ્ડ મોડમાં સોફ્ટ લાઈટ મળે છે, ફોકસ મોડમાં આંખોને તકલીફ થતી નથી, અને રીડિગ મોડમાં કોન્સ્ટ્રેશન સારું કરવામાં મદદ મળે છે.

Source: Divya Bhaskar (For Testing Purpose)

Related posts

Leave a Comment