કંપનીએ નેટવર્થના 10%થી વધુ વ્યવહારોની જાણ કરવાની રહેશે

અમદાવાદ: તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સે (એમસીએ)એ પરિપત્ર કરીને જણાવ્યું છે કે, કંપની દ્વારા જો કોઇ રિલેટેડ પાર્ટી સાથે વ્યવહારો કરવામાં આવ્યા હોય અને તેની રકમ કંપનીના નેટવર્થના 10 ટકાથી વધારે હોય તેવા કિસ્સામાં કંપની કરદાતાએ ખાસ ઠરાવ પાસ કરી મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સેને જણાવવું પડશે.
રિલેટેડ પાર્ટીઓના વ્યવહારો પર પ્રતિબંધ આવશે
આમ કોઇ પણ પ્રકારની ખરીદ વેચાણ, લોન, લેવડદેવડના વ્યવહારો જો 10 ટકાથી વધારે હોય તો કંપનીએ આવા વ્યવહાર કરતા પહેલા ખાસ ઠરાવ પાસ કરી મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સમાં જાણ કરીને પછી અમલમાં મૂકવા પડશે. આનાથી કંપનીઓ દ્વારા રાતોરાત ઓળખીતી પાર્ટીઓ અથવા રિલેટેડ પાર્ટીઓના વ્યવહારો પર પ્રતિબંધ આવશે અને તેના કારણે આવા વ્યવહારોની પારદર્શિતા આવશે. આમ હવે કંપનીઓ દ્વારા આવા વ્યવહારો કરતા પહેલા આ બધી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

Source: Divya Bhaskar (For Testing Purpose)

Related posts

Leave a Comment