પેટીએમને 7000 કરોડનું રોકાણ મળ્યું, કંપનીનું હાલનું વેલ્યુએશન 1.14 લાખ કરોડ

નોઈડાઃ ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમને 1 અબજ ડોલર(7,171 કરોડ રૂપિયા)નું નવું રોકાણ મળ્યું છે. આ વર્ષે કોઈ ભારતીય સ્ટાર્ટઅપ દ્વારા એકત્રિત કરવામાં આવેલી આ સૌથી મોટી રકમ છે. અમેરિકન એસેટ મેનેજમેન્ટ ફર્મ ટી રો પ્રાઈસ, અલીબાબા ગ્રુપની આન્ટ ફાઈનાન્શિયલ અને જાપાનની સોફટબેન્ક વિઝન ફન્ડે મળીને પેટીએમમાં આ ફન્ડિંગ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ પેટીએમનું હાલનું વેલ્યુએશન 16 અબજ ડોલર(1.14 લાખ કરોડ રૂપિયા) માનવામાં આવી રહ્યું છે.

વેલ્યુએશનમાં પેટીએમ દેશની બીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ કંપની

  • પેટીએમએ ગત વર્ષે વોરેન બફેટની હેથવે પાસેથી 30 કરોડ ડોલરનું રોકાણ એકત્રિત કર્યું હતું. તે સમયે પેટીએમની વેલ્યુએશન 10 અબજ આંકવામાં આવી હતી. પેટીએમ દેશનું બીજું મોટું સ્ટાર્ટઅપ છે. સૌથી મોટી સ્ટાર્ટઅપ કંપની ફ્લિપકાર્ટનું વેલ્યુએશન ગત વર્ષે 21 અબજ ડોલર હતું. ફ્લિપકાર્ટમાં અમેરિકાના રિટેલર વોલમાર્ટે ગત વર્ષે કન્ટ્રોલિંગ હિસ્સો ખરીદી લીધો હતો.
  • પેટીએમ નવા રોકાણમાંથી મળેલી રકમનો ઉપયોગ ઓફલાઈન અને ઓનલાઈન વેપારીઓ સુધી પહોંચવા કરશે. કંપનીના ફાઉન્ડર અને સીઈઓ વિજય શેખર શર્માનું કહેવું છે કે હાલના અને નવા રોકાણકારો પાસેથી મળેલા ફન્ડિંગથી નવા સમયની નણાંકીય સેવાઓ દ્વારા દેશની સેવા કરવી તે અમારી પ્રતિબદ્ધતા છે.
  • પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડનું કહેવું છે કે પેટીએમ દેશમાં ઓછા ખર્ચ વાળી ડિજિટલ પેમન્ટ સર્વિસમાં આગળ છે. તે 650 જિલ્લાના 2000 ગામમાં દુકાનદારોને સર્વિસ આપી રહી છે. હવે ગ્રામીણ વિસ્તારમાં મોબાઈલ આધારિત સસ્તી નાણાંકીય સેવાઓ શરૂ કરવાનું લક્ષ્ય છે.
  • વન 97 કોમ્યુનિકેશન્સને ગત વર્ષ 2018-19માં 3,959.6 કરોડ રૂપિયાનું નુકસાન થયું. 2017-18માં 1,490 કરોડનું નુકસાન થયું હતું. જોકે 2018-19માં રેવન્યુ વધીને 3,319 કરોડ રૂપિયા રહી. 2017-18માં 3,229 કરોડ હતી.

Source: Divya Bhaskar (For Testing Purpose)

Related posts

Leave a Comment