એલવીએમએચ ગ્રુપ 1.16 લાખ કરોડ રૂપિયામાં અમેરિકાની 182 વર્ષ જુની જ્વેલરી કંપની ટિફનીને ખરીદશે

ન્યુયોર્કઃ વિશ્વનું સૌથી મોટું લક્ઝરી ફેશન ગ્રુપ એલવીએમએચ અમેરિકાની 182 વર્ષ જુની પ્રતિષ્ઠિત જ્વેલરી કંપની ટિફનીને 16.2 અબજ ડોલર(1.16 લાખ કરોડ રૂપિયા)માં ખરીદીશે. ફ્રાન્સના એલવીએમએચ સોમવારે આ માહિતી આપી. આ એલવીએમએચની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે. એલવીએમએચ 135 ડોલર પ્રતિ શેરના ભાવ પર ટિફિનીને ખરીદવા તૈયાર થયું છે.

ટિફનીના વિશ્વભરમાં 300 સ્ટોર, 14 હજાર કર્મચારી

ટિફનીની શરૂઆત ન્યુયોર્કમાં 1837માં થઈ હતી. 1961માં આવેલી આઈ ફિલ્મ બ્રેકફાસ્ટ એટ ટિફિનમાં પણ તે વિશે જણાવવામાં આવ્યું. કંપનીના પ્રોડક્ટ્સના પેકિંગમાં વાપરવામાં આવનાર બ્લૂ બોક્સ તેની ખાસ ઓળખ છે. વિશ્વભરમાં કંપનીના 300 સ્ટોર અને 14 હજાર કર્મચારી છે. છેલ્લા થોડા વર્ષોમાં ટિફિનના વેચાણમાં ઘટાડો આવ્યો છે. 2015થી વેચાણ અને નફામાં ઘટાડો આવવા લાગ્યો છે. જોકે 2017માં રેવન્યુમાં વધારો થયો હતો. કંપનીએ યુવાઓને આકર્ષિક કરવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. અમેરિકા-ચીનની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરથી મુશ્કેલી વધી રહી છે.

ટિફનીને ખરીદવાથી એલવીએમએચની જ્વેલરી બિઝનેસમાં પહોંચ વધશે. એલવીએમએચની પાસે જ્વેલરી બ્રાન્ડ બુલ્ગારી અને ઘડિયાળોનો ટેગ હ્યુર પહેલેથી છે. જોકે આ ડિવિઝનનો કુલ રેવન્યુમાં હિસ્સો માત્ર 9 ટકા છે. ટિફનીના એફોર્ડેબલ પ્રોડક્ટસથી તેને ગ્રાહક વધવાની આશા છે. એલવીએમએચની પાસે ક્રિશ્ચિયન ડાયર, ફેન્ડી અને લુઈસ વેટન સહિત કુલ 75 બ્રાન્ડ્સ છે. ગ્રુપના 4,590 સ્ટોર અને 1.56 લાખ કર્મચારીઓ છે.

Source: Divya Bhaskar (For Testing Purpose)

Related posts

Leave a Comment