રાજકોટ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ભરણપોષણના કેસમાં 3 મહિનાથી પેરોલ મળ્યા બાદ ભાગી છૂટેલા આરોપીને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી દબોચી લઇ જેલ ભેગો કર્યો

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૧૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં વિવિધ ગુનાઓમાં પેરોલ પર છૂટ્યા બાદ નાસતા ફરતા આરોપીઓને દબોચી લેવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પેરોલ ફર્લો સ્ક્વોડના P.S.I અસલમ અંસારી અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ભરણ પોષણના કેસમાં ૧૨,૬૮,૫૦૦ રૂપિયાની રકમ ચડત થઇ જતા મૂળ પંચનાથ પ્લોટના અને હાલ મુંબઈ રહેતા ધર્મેશ મહેશભાઈ અનડકટને સજા થઇ હતી. અને જેલ ભેગો કરવામાં આવ્યો હતો. જેને કોરોના અંતર્ગત જેલમાંથી પેરોલ રજા ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ ફરી જેલમાં હાજર થવાને બદલે નાશી છૂટ્યો હોય. જે ગ્રીનલેન્ડ ચોકડીએ બહારગામથી કોઈ વાહનમાં આવતો હોવાની ધીરેનભાઈ ગઢવી, બાદલભાઈ દવે અને ભુમિકાબેન ઠાકરને મળેલી બાતમી આધારે સ્ટાફને સાથે રાખીને વોચ ગોઠવી દબોચી લીધો હતો. અને જરૂરી કાર્યવાહી કરી હતી.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment