રાજકોટ શહેરમાં સ્ટોન કિલરનો હત્યારો નેપાળ બોર્ડર ઓળંગે તે પૂર્વે પોલીસે દબોચી લીધો

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

રાજકોટ શહેર પોલીસ માલવીયાનગર P.I કે.એન.ભૂંકણના માર્ગદર્શન હેઠળ P.S.I વી.કે.ઝાલા ટટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે આરોપી ફરમાન ઉર્ફે નેપાળી મૂળ નેપાળનો બાલાપુર ગામનો હોય. અને તેના લગ્ન સંગ્રામગંજ ખાતે થયા હોય. અને ઉત્તરપ્રદેશથી નેપાળ બોર્ડર ૫૦ કિલોમીટર જ દૂર થતી હોય. ત્યાંથી ભાગી જવાની ફિરાકમાં હોવાનું જાણવા મળતા તાકીદે ખાનગી વાહન લઈને માલવીયાનગર પોલીસ સ્ટેશનના ભાવિનભાઈ ગઢવી, મહેશભાઈ ચાવડા, રવિભાઈ નાથાણી દોડી ગયા હતા. અને ફરમાન નેપાળીને દબોચી લીધો હતો. તેની પૂછતાછમાં મહેશ ઉર્ફે હરેશ અવારનવાર ફરમાન સાથે ઝઘડા કરતો અને પોતાના કોઈ કુટુંબી અહીંયા નહિ હોવાથી મારકૂટ કરતો હતો. તેના ત્રાસમાંથી છૂટવા વિજય અને અજિત સાથે મળી હત્યા કરી નેપાળ બોર્ડરે ભાગી ગયો હોવાની કબૂલાત આપી હતી. આ કામગીરીમાં મશરીભાઇ ભેટારીયા, યુવરાજસિંહ જાડેજા, દિગપાલસિંહ જાડેજા, હરપાલસિંહ, રોહિતભાઈ કછોટ સહિતનાઓ જોડાયા હતા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment