૧૨૦ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂકપત્રો એનાયત કરતા જિલ્લા કલેક્ટર તેજસ પરમાર

હિન્દ ન્યુઝ,

     રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા અંતર્ગત પસંદગી પામેલા ૧૨૦ પૈકી ૧૧૪ મહેસૂલી તલાટીઓને સુરત જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર તેજસ પરમારના હસ્તે નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ૬ ઉમેદવારોને ગાંધીનગરમાં યોજાયેલા રાજ્યસ્તરીય કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે નિમણૂકપત્રો એનાયત કરાયા હતા.
જિલ્લા કલેક્ટર તેજસ પરમારે નવી નિમણૂક પામેલા મહેસૂલી તલાટીઓને પ્રામાણિકતા, પારદર્શિતા અને લોકકેન્દ્રિત અભિગમ સાથે પોતાની ફરજો નિભાવવાની શીખ આપી ઉજ્જવળ કારકીર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી. નવનિયુક્ત મહેસૂલી તલાટીઓ રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ તેમજ નાગરિકોને ઝડપી અને ગુણવત્તાસભર મહેસૂલી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર વિજય રબારી સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment