હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગર સિવિલ કેમ્પસ ખાતેથી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિમાં નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ થયો.
તા. 01 થી 07 જુલાઈ દરમિયાન ચાલનારા આ વિશેષ અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરીને હોસ્પિટલ પરિસરોને વધુ સ્વચ્છ, સુંદર અને સુવિધાજનક બનાવવામાં આવશે.
આ પહેલમાં આરોગ્યકર્મીઓ સહિત સૌને જોડાઈને સ્વસ્થ, પ્રગતિશીલ ગાંધીનગર અને ગુજરાત માટે અનુરોધ કરવામાં આવે છે.
