૨૬મી જાન્યુઆરીની ઉજવણીની પૂર્વતૈયારીની કલેકટરએ સમીક્ષા કરી

હિન્દ ન્યુઝ, ભુજ

          આ વર્ષે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભુજ સ્મૃતિવન ખાતે થનારી છે. ત્યારે આ ઉજવણીની પૂર્વ તૈયારી સંબંધિત બેઠક આજરોજ ભુજ કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કાર્યક્રમની રૂપરેખા તથા વ્યવસ્થાપન મુદે ચર્ચા કરવામાં આવી હતી.

          બેઠકમાં કલેકટરએ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ધરતીકંપના દિવગંતોના પરીવારજનો દ્વારા અપાનારી શ્રધ્ધાંજલી તેમજ વૃક્ષારોપણ , ટેબ્લો ર્નિદેશન, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફીક નિયમન સહિતના તમામ આનુસંગિક મુદા પણ ચર્ચા કરીને સંબંધિત વિભાગોને જરૂરી સુચના આપી હતી.

          બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભસિંઘ, નિવાસી અધીક કલેકટર મિતેશ પંડ્યા, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત તથા અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment