ગૌરવશાળી સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કર્યા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસૂલ-તલાટી સંવર્ગમાં નવી નિમણૂક મેળવેલા 2300થી વધુ યુવાઓને મહેસૂલ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કર્યા; સાથે જ મહેસૂલ વિભાગની અભિનવ પહેલરૂપ વિવિધ સેવાઓના લોન્ચિંગ તેમજ નવી કચેરીઓના લોકાર્પણ કર્યા

મુખ્યમંત્રીએ આ અવસરે નવનિયુક્ત ઉમેદવારોને અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છાઓ પાઠવવાની સાથોસાથ તલાટીઓને મહેસૂલ વિભાગની કરોડરજ્જૂ ગણાવી ‘જનસેવા એ જ પ્રભુસેવા’ ધ્યેયમંત્ર સાથે નાગરિકોને મદદરૂપ થવાની પ્રેરણા આપી

ગ્રામજનોના પ્રશ્નો-સમસ્યાઓનું સ્થાનિક સ્તરે નિવારણ લાવી દેવાનું સેવા દાયિત્વ નિભાવવા નવનિયુક્ત તલાટીઓને મુખ્યમંત્રીનું આહવાન

Related posts

Leave a Comment