જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના હસ્તે નવનિયુક્ત મહેસુલી તલાટીઓને નિમણૂક પત્ર એનાયત કરાયા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

    છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે ગુજરાત ગૌણસેવા પસંગી મંડળ દ્વારા પસંદગી પામેલા નવનિયુક્ત મહેસુલી તલાટી વર્ગ-૩ના ૧૪૬ને નિમણુક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

મહેસૂલ વિભાગમાં પારદર્શક અને ઝડપી વહીવટ સુનિશ્ચિત કરવાના ભાગરૂપે નિમાયેલા ૧૪૬ નવનિયુક્ત મહેસૂલી તલાટી ઉમેદવારોમાં ૪૭ મહિલા ઉમેદવારો અને ૯૯ પુરુષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. 

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમનું સૌએ લાઇવ પ્રસારણ નિહાળ્યું હતું. આ તમામ યુવા ઉમેદવારોને મહેસૂલ વિભાગમાં તેમની નવી કારકિર્દીની શરૂઆત માટે નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.

આ નિમણુક પત્ર વિતરણ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી સહિત મામલતદાર સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment