છોટાઉદેપુર તાલુકાના પાલસંડા ગામની મુલાકાત લઈ નકશા દુરસ્તીના પ્રશ્નો અંગે સ્થળ પર આપ્યું માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

     છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા જિલ્લાના મહેસૂલી પ્રશ્નોના ઝડપી અને હકારાત્મક નિકાલ માટે એક મહત્વપૂર્ણ સ્થળ વિઝીટ કરવામાં આવી હતી. કલેક્ટરએ છોટાઉદેપુર તાલુકાના પાલસંડા ગામે રૂબરૂ મુલાકાત લઈ રેવન્યુ સર્વે નંબરના નકશા દુરસ્તી અંગેના પ્રશ્નો અને રજૂઆતોને સ્થળ પર માર્ગદર્શન આપ્યું હતું. અધિકારીઓની ટીમ સાથે કલેક્ટરએ સર્વે નંબરોની સ્થળ સ્થિતિની બારીકાઈથી ચકાસણી કરી હતી

આ મુલાકાત દરમિયાન એસ.એલ.આર. (SLR) છોટાઉદેપુર, આઈ.એલ.આર. (ILR) છોટાઉદેપુર તેમજ છોટાઉદેપુરના મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા. 

Related posts

Leave a Comment