ઉનાળું સીઝનમાં ફક્ત ટામેટાના ૧ જ પાક થકી ૭૦ હજારની આવક મેળવતા ભાવસિંહ બામણ્યા

હિન્દ ન્યુઝ, દાહોદ

કાકુલ ઢાકિઆ

(બાગાયતી/પ્રાકૃતિક ખેતી સફળ વાર્તા)

વાત છે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં બાવકા ગામના સિમળખેડી ફળિયામાં રહેતા ખેડૂત ભાવસિંહ બામણ્યાની. હા, ભાવસિંહભાઈ બામણ્યા છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક પદ્ધતિ થકી ખેતી કરી રહ્યા છે. શાકભાજીમાં એઓ રીંગણ, ટામેટાં, ભીંડા, કાકડી, મરચાં તેમજ ગવારની ખેતી કરી રહ્યા છે. સાથોસાથ અનાજમાં મકાઇ તેમજ ઘઉં પણ સીઝન મુજબ કરે છે. 

આ વર્ષમાં એમણે ઉનાળુ પાક માટે રૂ. ૨ નો ૧ છોડ એમ કુલ ૭૦૦ છોડ વેલાવાળા ટામેટાંના લાવીને કર્યા હતા. રૂ. ૧૪૦૦ ના લાવેલ ટામેટાંના છોડ સામે મને રૂ. ૭૦,૦૦૦ ની ચોખ્ખી આવક મળી છે, જે ઓછી તો નથી જ. પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ખેતી કરું છું એટલે પાક બિલકુલ રસાયણ મુક્ત છે. ક્યાંય રસાયણનો છાંટો નથી એટલે જમીનમાં ભેજ સારું રહે છે. કુદરતી ખાતર ને બિયારણ ઘરે જાતે જ બનાવું છું, ૨ દેશી ગાયો છે. એટલે ખાતર-બિયારણનો ખર્ચ થતો નથી કે નથી પિયત વધારે આપવું પડતું.

એ સાથે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ બાગાયત વિભાગ તરફથી વર્ષ ૨૦૨૫-૨૬ માં મને પ્લગ નર્સરી માટેની ૯૦ % સહાય મળી છે. સરકારશ્રી તરફથી અને બાગાયત વિભાગના માધ્યમ થકી અપાતી આર્થિક સહાયથી મને શાકભાજીના પાક ઉછેર માટે શેડ માટે પુરતી મદદ મળી છે. આજે શેડના કારણે પશુ-પક્ષીઓથી છોડવાંઓને રક્ષણ મળી રહે છે, જેમાં મારો ખાસ્સો સમય અને પાક પણ બચી જાય છે. જે માટે હું સરકાર સાહેબનો આભાર વ્યક્ત કરું છું.

 

Related posts

Leave a Comment