આર્થિક સંકટના કારણે કોઈ દર્દી સારવારથી વંચિત ન રહે તે માટે સાંસદ પ્રભુભાઈ વસાવાનો સેવાયજ્ઞ: ૧૨ વર્ષમાં ગંભીર દર્દીઓ માટે રૂ.૧૩.૭૫ કરોડની સહાય મંજૂર કરાવી

હિન્દ ન્યુઝ, સુરત 

    બારડોલીના લોકાભિમુખ સાંસદ પ્રભુભાઈ વસાવાના સતત અને સંવેદનશીલ પ્રયત્નોના પરિણામે વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મોટી આર્થિક રાહત મળી છે. છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન ગંભીર અને જીવલેણ બીમારીઓથી પીડિત દર્દીઓની વહારે આવીને સાંસદશ્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ (PMNRF) હેઠળ કુલ રૂ.૧૩.૭૫ કરોડની માતબર આર્થિક સહાય મંજૂર કરાવી છે.

સાંસદ પ્રભુભાઈ વસાવાના વ્યક્તિગત રસ અને સક્રિય સંકલનને કારણે મંજૂર થયેલી આ સહાયથી બારડોલી સંસદીય ક્ષેત્રના ૧૦૦થી વધુ ગંભીર દર્દીઓ અને તેમના પરિવારોને મોંઘીદાટ સારવાર માટે બહુમોટી આર્થિક સંજીવની મળી છે. કેન્સર, કિડની, હૃદયરોગ જેવી અત્યંત ખર્ચાળ અને જીવલેણ બીમારીઓ સામે ઝઝૂમતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સમયસર શ્રેષ્ઠ સારવાર મળી રહે તેમજ કોઈપણ દર્દી માત્ર આર્થિક સંકટના કારણે સારવારથી વંચિત ન રહી જાય તે માટે સાંસદએ અવિરત પ્રયાસો કર્યા છે.

Related posts

Leave a Comment