સુરતના ઉમિયાધામ ખાતે NSS યુવા સ્વયંસેવકો માટે ‘યુવા આપદા મિત્ર’ સાત દિવસીય શિબિરનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, સુરત

    ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ના સંયુક્ત ઉપક્રમે યુવાનોને આપત્તિ સમયની કટોકટીનો સામનો કરવા સુરતની વિવિધ કોલેજના NSSના ૧૦૦થી વધુ ઉત્સાહી સ્વયંસેવકો માટે ‘યુવા આપદા મિત્ર સ્કીમ’ અંતર્ગત વરાછાના ઉમિયાધામ ખાતે સાત દિવસીય આપત્તિ પ્રબંધન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 

               આ વિશેષ તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી કે માનવસર્જિત આપત્તિઓના સમયે સ્થાનિક સ્તરે ત્વરિત રાહત અને બચાવ કામગીરી માટે સક્ષમ ‘યુવા આપદા મિત્રો’ તૈયાર કરવાનો છે, જેઓ કટોકટીના સમયે વહીવટીતંત્રની સાથે ખભેખભા મિલાવીને કામ કરી શકે. યુવાનોમાં અદમ્ય ઊર્જા અને સાહસ હોય છે, ત્યારે આપત્તિના સમયે જ્યારે સરકારી તંત્ર ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં, સ્થાનિક સ્તરે હાજર યુવાનો જો તાલીમબદ્ધ હોય તો કિંમતી જાનમાલનું નુકસાન મોટા પાયે અટકાવી શકાય છે. 

Related posts

Leave a Comment