નર્મદા ખાતે આશ્રમ શાળાના બાળકોને અભ્યાસમા રુચિ કેળવાય રહે તેવા પ્રયાસો

નર્મદા,

નમૅદા જીલ્લાની આશ્રમશાળાના શિક્ષકો ની પ્રંસસનીય કામગીરી. નમૅદા જીલ્લા મા અંતરિયાળ વિસ્તારમાં, ઉડાણ ના વિસ્તાર મા આશ્રમશાળાઆે આવેલી છે, જેમા આદિજાતિ વિસ્તારના આદિજાતિ ના બાળકો આશ્રમશાળામા રહીને અભ્યાસ કરે છે. અને શિક્ષણ પ્રાપ્ત કરે છે. પરંતુ હાલ કોરોનાની વૈશ્વિક મહામારીમા શાળા કોલેજો બંધ છે, પરંતુ શિક્ષણ એ આજીવન સતત ચાલતી પ્રકિયા છે.  એમ શિક્ષણ કાર્ય ચાલુ છે. જીલ્લા ના અંતરિયાળ વિસ્તારમાં, જયા જયા મોબાઈલ નેટવર્ક નથી તેવા ગામો મા આદિજાતિ ના બાળકો અભ્યાસ થી વંચિત ન રહે અને અભ્યાસ મા રુચિ કેળવાય રહે તેવા પ્રયાસો સાથે અને શહેરના બાળકો સાથે તાલમેલ મેળવી શકે, અભ્યાસ મા આગળવધી શકે એવા ઉમદા કાર્ય આશ્રમશાળા, ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, ના શિક્ષકો દ્વારા ઘરે ઘરે જઈને અને ફડિયા શિક્ષણ જેવી પધ્ધતિ થી સરકાર ની ગાઈડ લાઈન મુજબ માસ્ક, અને સોશિયલ ડિસ્ટન્સ સાથે માઞૅદશૅન આપી રહ્યાં છે. આવા કપરા સમયમાં પણ આયોજન કરી એકમ કસોટી જેવી પ્રવૃત્તિ ને વેગ આપી રહ્યાં છે.. જેથી વિધાર્થીઓ ને ભણવામા થી રસ ઉડી ન જાય. ખરેખર આવા ભગીરથ કાર્ય પ્રશંસાને પાત્ર છે.

રિપોર્ટર : હિતેન્દ્ર વાંસદિયા, નમૅદા

Related posts

Leave a Comment