જૂનાગઢમાં વિદ્યાર્થીઓમાં ગ્રાહક અધિકારી અને સાયબર સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ    જૂનાગઢની ખ્યાતનામ અને ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થા બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે કવચ કેન્દ્ર સાયબર સેલ અને અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં ગ્રાહક અધિકારી અને સાયબર સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના ત્રણ જિલ્લાના પ્રભારી દેવાંગભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વર્તમાન સમયમાં ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અને તેના નિવારણ માટેના કાયદાકીય પાસાઓ પર સચોટ માર્ગદર્શન પુરું પાડયું હતું. આ પ્રસંગે કાર્યક્રમના સંયોજક ભાવનાબેન, ડૉ. પી. વી.બારસીયા, ડો. રતિલાલ કાલરીયા અને ડો. ચંદ્રકાંત…

Read More

રાજ્ય સરકાર તરફથી ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (EPD) દ્વારા 11 સભ્યોની કોર કમિટી અને 19 સભ્યોની ટાસ્કફોર્સની રચના

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     ગુજરાતના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર હુમલાઓ સામે સજ્જ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કોર કમિટી અને ટાસ્કફોર્સની રચના; જે રાજ્યના ઊર્જા ક્ષેત્રમાં સાયબર સુરક્ષા અંગે જરૂરી કામગીરી, તાલીમ, વિવિધ સંસ્થાઓની ભાગીદારી અને સાયબર જાગૃતિ કાર્યક્રમો અંગે સમીક્ષા કરીને રોડમેપ રજૂ કરશે. રાજ્યની 24 કલાક વીજ પુરવઠાની વ્યવસ્થામાં હવે સ્માર્ટ મીટર, સ્માર્ટ ગ્રીડ અને SCADA જેવી આધુનિક પ્રણાલીઓ સામેલ કરવામા આવી હોવાથી ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સાયબર હુમલાઓની સંભાવના વધી જાય છે, તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર તરફથી ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (EPD) દ્વારા 11 સભ્યોની કોર કમિટી અને…

Read More

જામનગરની શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે યુરોલોજી વિભાગ દ્વારા ‘CME’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર  જામનગરની શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ ખાતે યુરોલોજી વિભાગ દ્વારા જનરલ સર્જરી રેસિડન્ટ ડોક્ટરો તથા તબીબો માટે વિશેષ શૈક્ષણિક કાર્યક્રમ (CME) નું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 14 ડિસેમ્બર, 2025 ના રોજ યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન યુરોલોજી વિભાગના પ્રોફેસર ડૉ.ધીરેન બુચ તથા મદદનીશ પ્રાધ્યાપક ડૉ.કુશલ કપાસી દ્વારા કરવામાં આવ્યું હતું. સતત મેડિકલ એજ્યુકેશનના ભાગરૂપે આયોજિત આ સેમિનારમાં જનરલ સર્જરીના રેસિડન્ટ ડોક્ટરો, વરિષ્ઠ તબીબો તેમજ જામનગર સર્જન્સ એસોસિએશનના સભ્યોએ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ CME દરમિયાન તબીબી ક્ષેત્રના મહત્વના વિષયો જેવા કે ‘UROLITHIASIS’ અને ‘OBSTRUCTIVE ANURIA’…

Read More

स्वास्थ्य सेवाओं में किसी प्रकार की लापरवाही बर्दाश्त नहीं — जिलाधिकारी श्रीमती वर्षा सिंह

हिन्द न्यूज़, बिहार       वैशाली जिले के सभी सरकारी स्वास्थ्य केंद्रों पर एक साथ निरीक्षण से मची हड़कंप | जांच के क्रम में जो भी कर्मी दोषी पाए जाएंगे, उनके विरुद्ध सख्त अनुशासनात्मक कार्रवाई की जाएगी |   वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह के निर्देश पर बुधवार को सदर अस्पताल हाजीपुर सहित जिले के सभी सरकारी स्वास्थ्य संस्थानों में एक साथ औचक निरीक्षण किया गया। इस निरीक्षण का उद्देश्य यह सुनिश्चित करना था कि बढ़ती ठंड एवं शीतलहर के दौरान आमजन को उपचार में किसी प्रकार की असुविधा न हो…

Read More

મેંદરડામાં ખેડૂતો-પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ   જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ શિબિરમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા, કેશોદ, માળીયા, વંથલી, માણાવદર તાલુકાના અંદાજીત ૩૦૦ થી વધુ પશુપાલકોએ આ શિબીરમાં ભાગ લીધો હતો. આ તકે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરે પશુપાલકોને વૈજ્ઞાનીક ઢબે પશુપાલન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં સ્વેત ક્રાંતી થકી આર્થિક સમૃધ્ધિ તરફ આગળ વધાવા તેમજ સાથે જ ખેડૂતો અને પશુપાલકોના હિતાર્થે આ શિબિરના આયોજન માટે જિલ્લાની પશુપાલન ટીમને અભિનંદન આપ્યાં હતા. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરાએ પશુપાલકોને નવી…

Read More

જૂનાગઢમાં વુમન્સ અસ્મિતા કિક બોક્સીંગ સીટી લીગ-૨૦૨૫ સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ    જૂનાગઢમાં ગાંધીગ્રામ ખાતેના સરદાર પટેલ રમત સંકુલમાં અસ્મિતા કિક બોક્સીંગ સીટી લીગ ૨૦૨૫-સ્પર્ધા યોજાઈ હતી.અસ્મિતા વુમન્સ કિક બોક્સીંગ લીગ ૨૦૨૫- ૨૦૨૬ સ્પર્ધા બહેનો રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે હેતુથી માત્ર બહેનો માટે જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ખુબ ઉત્સાહપૂર્વક ખેલાડીઓએ ભાગ લીધો હતો અને શાંતિપૂર્વક સ્પર્ધા પૂર્ણ કરવામાં આવી હતી. આ સ્પર્ધાને પ્રોત્સાહિત કરવા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી બોર્ડ ઓફ સ્પોર્ટસ મેમ્બર એચ.એમ.ભાલીયા, રમત ગમત અધિકારી મનીષકુમાર જીલડીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેઓએ ઉપસ્થિત…

Read More

‘Dial ૧૧૨ — જનરક્ષક સેવા’ જનતાની સુરક્ષા માટે અડગ પ્રતિબદ્ધતા

હિન્દ ન્યુઝ, દાહોદ     ૩૧ ઓગસ્ટથી શરૂ થયેલી Dial ૧૧૨ જનરક્ષક સેવા આજે સમગ્ર રાજ્યમાં જનતાની સુરક્ષા અને વિશ્વાસનું પ્રતીક બની છે. દાહોદ જિલ્લામાં હાલમાં કુલ ૨૩ PCR વેન સતત ૨૪x૭ કાર્યરત રહી જિલ્લાની સલામતી માટે સક્રિય સેવા આપી રહી છે. તારીખ: ૨૬/૧૨/૨૦૨૫ ના રોજ બાવકા ચોકડી (જેસાવાડા) ખાતે Dial ૧૧૨ કંટ્રોલ રૂમ પર એક સંવેદનશીલ કોલ પ્રાપ્ત થયો હતો. કોલની માહિતી મુજબ જેસાવાડા બજારની ચોકડી પાસે એક અજાણ્યા વૃદ્ધ મહિલા એકલા બેઠા હોવાનું જણાવાયું હતું. કોલ મળતાની સાથે જ Dial ૧૧૨ ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ અને ટૂંક…

Read More

ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા વેરહાઉસની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     આજરોજ ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા વેરહાઉસની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુરક્ષા વ્યવસ્થાઓ તેમજ હાજર સામગ્રીના સંગ્રહ અને સંચાલન બાબતે સ્થળ પર રૂબરૂ તપાસ કરી વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તમામ કામગીરી નિર્ધારિત માર્ગદર્શિકા અને નિયમો અનુસાર અમલમાં આવી રહી છે કે નહીં તેની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Read More

હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ મંત્રને ચરિતાર્થ કરતી દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ – લીમડીના રણીયાર ગામની બહેનો

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લામાં લીમડી તાલુકાના રણીયાર ગામ ખાતે “જય બ્રહ્માણીમાં WSHG“ સ્વસહાય જૂથ દ્વારા ગામની જ ૨૨ જેટલી બહેનોને માટીકામ થકી રોજગારી મળી રહી છે. આ જૂથની વાત કરીએ તો, માટીકામ થકી અહી ગામની જ બહેનો દ્વારા વિવિધ પ્રકારની ડિઝાઈન અને આકારમાં કોડીયા, દીવા, અગરબત્તી સ્ટેન્ડ, ફૂલદાની, દહીં હાંડી, બિરયાની હાંડી, ગલ્લા, કુલ્હડ, વાડકી તેમજ ફૂલછોડ માટેના પોટ જેવી અનેકવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે.  સ્વસહાય જૂથના પ્રમુખ પ્રજાપતિ લક્ષ્મીબેન જણાવે છે કે, ગામની વિધવા તેમજ જરૂરીયાતમંદ બહેનોને એમાંથી આર્થિક મદદ મળી રહી છે. આ બહેનોને કામ…

Read More

વિરલ યોગ એન્ડ નેચર ક્યોર આદિપુર દ્વારા દ્વિતીય ઓપન કચ્છ સૂર્ય નમસ્કાર ચેમ્પિયનશિપ ૨૦૨૫ યોજાઈ

હિન્દ ન્યુઝ, કચ્છ                  સ્વસ્થ ભારત, રોગમુક્ત ભારતના ઉદેશ્યને ધ્યાનમાં લઈને દ્વિતીય વખત વિરલ નેચર ક્યોર એન્ડ યોગ સેન્ટર – આદિપુરમાં ૨૮ ડિસેમ્બર, રવિવારના રોજ દ્વિતીય ઓપન કચ્છ સૂર્ય નમસ્કાર ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નર્મદા ભવનના રિટાયર્ડ દીપેન જોડ (ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઇન્જિનર SSNNL), શિણાય ગામના પૂર્વ સરપંચ શ્રી દીપકભાઈ વાઘમશી, રઇસ યોગ ક્લાસના ઓનર કિરણ તારાનીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.         આ કાર્યક્રમમાં મુખ્ય જજ તરીકે વંદનાબેન સારોગી, આયુષી માલસતર અને ધૈર્યભાઈ દવેની ઉપસ્થિત રહી…

Read More