રાષ્ટ્રીય ઉદ્યોગ મેળો વસરાઈ સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે યોજાઈ રહેલા રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો લોકલ ફોર વોકલ, સ્વદેશી અપનાવો નું સૂત્ર ખૂબ જ સાર્થક નીવડી રહ્યું છે. વિવિધ દેશી બનાવટોની વસ્તુઓના વેચાણ થકી આદિવાસીઓ માટે રોજગારીનો અવસર મળ્યો છે. ખાસ કરીને મહુડાના ફૂલોને ની મૂલ્યવર્ધિત બનાવટોએ આદિવાસી અસ્મિતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. આયુર્વેદમાં મહુવાના ઝાડ અને તેના ફૂલ આરોગ્યની દ્રષ્ટિએ અકસીર ગણાય છે. મહારાષ્ટ્ર પૂનાના ભાવના ઇલપાચી મહુડાના ફૂલોને મૂલ્યવર્ધન કરીને વિવિધ બનાવટો બનાવી રોજગારી મેળવી રહ્યા છે. તેઓ કહે છે…
Read MoreDay: December 27, 2025
શિક્ષણ, સંસ્કૃતિ અને સ્વરોજગારનું સંગમ બન્યો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો-૨૦૨૫: વિદ્યાર્થીઓની વારલી કલાને મળ્યો રાષ્ટ્રીય મંચ
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં આયોજિત ચાર દિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-૨૦૨૫નો પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો. આ મેળો માત્ર આદિવાસી ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ સુધી સીમિત ન રહી શિક્ષણ, સંસ્કૃતિ અને સ્વરોજગારને જોડતું એક પ્રેરણાદાયી મંચ બન્યો છે. મેળામાં નવસારી જિલ્લાના મીયાંઝરી પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી વારલી પેઇન્ટિંગનો વિશેષ સ્ટોલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે વ્યવસાયિક કૌશલ્યનો અનુભવ અપાવવા માટે સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. નવી શિક્ષણ…
Read Moreબોટાદ ખાતે MLA ગ્રાન્ટમાંથી બનાવેલ બસસ્ટેન્ડ નું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા પાળીયાદ ખાતે MLA ગ્રાન્ટમાંથી બનાવેલ બસસ્ટેન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું. પાળીયાદ ગામ ના સરપંચ વિજયભાઈ અને ગામ પંચાયત ના સભ્યો સાથે પાળીયાદ ગામ ના વિકાસ માટે ચર્ચા કરીને. પાળીયાદ ગામ ખાતે 10 લાખ MLA ગ્રાન્ટ માંથી લાઇબ્રેરી માટે ફાળવવામાં આવ્યા. પાળીયાદ ના યુવાનો હવે upsc/gpsc વગેરે exam ની તયારી કરી સક્સે. 10 લાખ સ્ટ્રીટ લાઇટ માટે ફાળવવામાં આવ્યા. પાળીયાદ ખાતે 14 cr ખર્ચે નવું હોસ્પિટલ બનાવામાં આવશે.
Read Moreઉત્તરાયણ પર્વ દરમ્યાન પશુ-પક્ષીની લેવાની થતી કાળજી બાબતે જિલ્લા કલેકટર દ્વારા જાહેર જનતા માટે સંદેશ
હિન્દ ન્યુઝ, દાહોદ પક્ષીઓને મુક્ત ગગનમાં ઉડવાનો અને જીવવાનો અધિકાર છે તેથી તા.૧૦ જાન્યુઆરી થી તા.૨૦ જાન્યુઆરી સુધી રાજ્યના સમગ્ર વિસ્તારને આવરી લઈ “કરૂણા અભિયાન-૨૦૨૬” કાર્યક્રમનું આયોજન હાથ ધરવા સરકારએ નિર્ણય લીધેલ છે. ઉત્તરાયણ પર્વ નિમિતે દાહોદ જીલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત જીલ્લા તેમજ તાલુકા કક્ષાએ પક્ષીઓને બચાવવા માટે જુદા-જુદા પશુ સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવેલ છે.તેમજ માહિતીની આપ- લે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ શરુ કરવામાં આવેલ છે. કરુણા અભિયાન અંતર્ગત દરેક તાલુકાઓમાં સવારે ૮:૦૦ કલાકથી રાત્રીના ૮:૦૦ કલાક સુધી તમામ ઘાયલ પક્ષીઓને વિના મુલ્યે સારવાર આપવામાં…
Read Moreનવસારી અને વલસાડ જિલ્લામાં સિંચાઈ સુવિધાઓના સુદ્રઢિકરણ માટે રૂ. ૨૦૦ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત સંપન્ન
હિન્દ ન્યુઝ, નવસારી રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ઉકાઈ-કાકરાપાર યોજના હેઠળ નવસારી અને વલસાડ જિલ્લાના નહેર આધુનિકીકરણ અને જળ સંચયના મહત્વકાંક્ષી કાર્યોનો ‘ખાતમુહૂર્ત સમારોહ’ ચીખલી તાલુકાના આમધરા ખાતે ભવ્ય રીતે આયોજિત હતો. દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સુખાકારી માટે આ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. ઉકાઈ-કાકરાપાર યોજના હેઠળ નવસારી અને વલસાડ જિલ્લામાં નહેર આધુનિકીકરણ અને જળ સંચયના કુલ ૧૫૪ કામોનું ‘ખાતમુહૂર્ત અને ઈ તખ્તી અનાવરણ’ આમધરા હાઈસ્કુલ ખાતે સંપન્ન થયું હતું. આ પ્રોજેક્ટ્સ પાછળ અંદાજિત રૂ. ૧૯૯.૪૨ કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેનાથી અંદાજે ૪૫૨૦.૧૭ હેક્ટર વિસ્તારની જમીનને સીધો લાભ…
Read More