મેંદરડામાં ખેડૂતો-પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ   જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ શિબિરમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા, કેશોદ, માળીયા, વંથલી, માણાવદર તાલુકાના અંદાજીત ૩૦૦ થી વધુ પશુપાલકોએ આ શિબીરમાં ભાગ લીધો હતો. આ તકે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરે પશુપાલકોને વૈજ્ઞાનીક ઢબે પશુપાલન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં સ્વેત ક્રાંતી થકી આર્થિક સમૃધ્ધિ તરફ આગળ વધાવા તેમજ સાથે જ ખેડૂતો અને પશુપાલકોના હિતાર્થે આ શિબિરના આયોજન માટે જિલ્લાની પશુપાલન ટીમને અભિનંદન આપ્યાં હતા. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરાએ પશુપાલકોને નવી…

Read More

જૂનાગઢમાં વુમન્સ અસ્મિતા કિક બોક્સીંગ સીટી લીગ-૨૦૨૫ સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ    જૂનાગઢમાં ગાંધીગ્રામ ખાતેના સરદાર પટેલ રમત સંકુલમાં અસ્મિતા કિક બોક્સીંગ સીટી લીગ ૨૦૨૫-સ્પર્ધા યોજાઈ હતી.અસ્મિતા વુમન્સ કિક બોક્સીંગ લીગ ૨૦૨૫- ૨૦૨૬ સ્પર્ધા બહેનો રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે હેતુથી માત્ર બહેનો માટે જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ખુબ ઉત્સાહપૂર્વક ખેલાડીઓએ ભાગ લીધો હતો અને શાંતિપૂર્વક સ્પર્ધા પૂર્ણ કરવામાં આવી હતી. આ સ્પર્ધાને પ્રોત્સાહિત કરવા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી બોર્ડ ઓફ સ્પોર્ટસ મેમ્બર એચ.એમ.ભાલીયા, રમત ગમત અધિકારી મનીષકુમાર જીલડીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેઓએ ઉપસ્થિત…

Read More

‘Dial ૧૧૨ — જનરક્ષક સેવા’ જનતાની સુરક્ષા માટે અડગ પ્રતિબદ્ધતા

હિન્દ ન્યુઝ, દાહોદ     ૩૧ ઓગસ્ટથી શરૂ થયેલી Dial ૧૧૨ જનરક્ષક સેવા આજે સમગ્ર રાજ્યમાં જનતાની સુરક્ષા અને વિશ્વાસનું પ્રતીક બની છે. દાહોદ જિલ્લામાં હાલમાં કુલ ૨૩ PCR વેન સતત ૨૪x૭ કાર્યરત રહી જિલ્લાની સલામતી માટે સક્રિય સેવા આપી રહી છે. તારીખ: ૨૬/૧૨/૨૦૨૫ ના રોજ બાવકા ચોકડી (જેસાવાડા) ખાતે Dial ૧૧૨ કંટ્રોલ રૂમ પર એક સંવેદનશીલ કોલ પ્રાપ્ત થયો હતો. કોલની માહિતી મુજબ જેસાવાડા બજારની ચોકડી પાસે એક અજાણ્યા વૃદ્ધ મહિલા એકલા બેઠા હોવાનું જણાવાયું હતું. કોલ મળતાની સાથે જ Dial ૧૧૨ ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ અને ટૂંક…

Read More

ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા વેરહાઉસની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     આજરોજ ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા વેરહાઉસની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુરક્ષા વ્યવસ્થાઓ તેમજ હાજર સામગ્રીના સંગ્રહ અને સંચાલન બાબતે સ્થળ પર રૂબરૂ તપાસ કરી વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તમામ કામગીરી નિર્ધારિત માર્ગદર્શિકા અને નિયમો અનુસાર અમલમાં આવી રહી છે કે નહીં તેની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Read More

હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ મંત્રને ચરિતાર્થ કરતી દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ – લીમડીના રણીયાર ગામની બહેનો

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લામાં લીમડી તાલુકાના રણીયાર ગામ ખાતે “જય બ્રહ્માણીમાં WSHG“ સ્વસહાય જૂથ દ્વારા ગામની જ ૨૨ જેટલી બહેનોને માટીકામ થકી રોજગારી મળી રહી છે. આ જૂથની વાત કરીએ તો, માટીકામ થકી અહી ગામની જ બહેનો દ્વારા વિવિધ પ્રકારની ડિઝાઈન અને આકારમાં કોડીયા, દીવા, અગરબત્તી સ્ટેન્ડ, ફૂલદાની, દહીં હાંડી, બિરયાની હાંડી, ગલ્લા, કુલ્હડ, વાડકી તેમજ ફૂલછોડ માટેના પોટ જેવી અનેકવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે.  સ્વસહાય જૂથના પ્રમુખ પ્રજાપતિ લક્ષ્મીબેન જણાવે છે કે, ગામની વિધવા તેમજ જરૂરીયાતમંદ બહેનોને એમાંથી આર્થિક મદદ મળી રહી છે. આ બહેનોને કામ…

Read More

વિરલ યોગ એન્ડ નેચર ક્યોર આદિપુર દ્વારા દ્વિતીય ઓપન કચ્છ સૂર્ય નમસ્કાર ચેમ્પિયનશિપ ૨૦૨૫ યોજાઈ

હિન્દ ન્યુઝ, કચ્છ                  સ્વસ્થ ભારત, રોગમુક્ત ભારતના ઉદેશ્યને ધ્યાનમાં લઈને દ્વિતીય વખત વિરલ નેચર ક્યોર એન્ડ યોગ સેન્ટર – આદિપુરમાં ૨૮ ડિસેમ્બર, રવિવારના રોજ દ્વિતીય ઓપન કચ્છ સૂર્ય નમસ્કાર ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નર્મદા ભવનના રિટાયર્ડ દીપેન જોડ (ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઇન્જિનર SSNNL), શિણાય ગામના પૂર્વ સરપંચ શ્રી દીપકભાઈ વાઘમશી, રઇસ યોગ ક્લાસના ઓનર કિરણ તારાનીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.         આ કાર્યક્રમમાં મુખ્ય જજ તરીકે વંદનાબેન સારોગી, આયુષી માલસતર અને ધૈર્યભાઈ દવેની ઉપસ્થિત રહી…

Read More

વર્ષ 2024-25માં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં 14,000 હેક્ટરમાં અંદાજિત 1.5 લાખ ટન ભીંડાનું ઉત્પાદન થયું

હિન્દ ન્યુઝ, ભાવનગર      વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર; રાજકોટ ખાતે VGRCમાં સૌરાષ્ટ્ર-કચ્છની કૃષિ તથા બાગાયતી સિદ્ધિઓને વિશેષ રૂપે રજૂ કરાશે. ભીંડાના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર; વર્ષ 2024-25માં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં 14,000 હેક્ટરમાં અંદાજિત 1.5 લાખ ટન ભીંડાનું ઉત્પાદન થયું. ઉચ્ચ ઉત્પાદકતા અને વધુ આવકના કારણે બાગાયતી પાકો રાજ્યના કૃષિ વિકાસમાં અભિન્ન અંગ બન્યાં.

Read More

દાહોદમાં દેવગઢ બારીયા ખાતે પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને ૫ કરોડ ૮૬ લાખના ખર્ચે બનનાર બસ વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકા ખાતે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના વરદ હસ્તે કરોડ ૮૬ લાખના ખર્ચે બનનાર બસ વર્ક શોપનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોનું ગુલદસ્તો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બસ વર્કશોપનું ભૂમિપૂજન કરીને વર્કશોપ તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ વર્કશો પ કરોડ અને ૮૬ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. વર્કશોપ માટેની જમીનનો અંદાજિત વિસ્તાર ૧૮૧૭૬ ચો. કી મી.…

Read More