અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ભવ્ય મહાસંમેલન

હિન્દ ન્યુઝ, અમદાવાદ       અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ભવ્ય મહાસંમેલન અને નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ રાજ્ય મંત્રીમંડળના સાથી મંત્રીઓના સન્માન સમારોહમાં સહભાગી થવાનો અવસર મળ્યો.  સમાજની એકતા અને સંગઠન શક્તિ જ્યારે રાષ્ટ્રના ઉત્થાન માટે એક થાય છે, ત્યારે તે પ્રગતિનો એક નવો અને મજબૂત પથ પ્રશસ્ત કરે છે. આ સંમેલન અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના મંત્રની સાથે સમાજમાં સેવા, સમર્પણ અને સામાજિક સમરસતાની ભાવનાને વધુ દ્રઢ બનાવનારું છે. સરદાર સાહેબના આદર્શોને અનુસરીને આજે સમાજ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ઉત્તરદાયિત્વના કાર્યો દ્વારા…

Read More

100મી ઓલ ઈન્ડિયા મેડિકલ કોન્ફરન્સ – IMA NATCON 2025 અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, અમદાવાદ      કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (ગુજરાત પ્રદેશ) દ્વારા આયોજિત 100મી ઓલ ઈન્ડિયા મેડિકલ કોન્ફરન્સ – IMA NATCON 2025 અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનો શપથવિધિ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, IMAના હોદ્દેદારો, દેશ-વિદેશના ડોક્ટર્સ, હેલ્થ એક્સપર્ટ, પોલિસી મેકર્સ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાયો. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી સહિતના મહાનુભાવોના વરદ્હસ્તે આ અવસરે IMAની ‘100 પગલાં સ્વાસ્થ્યના’ પુસ્તકનું વિમોચન કરાયું. દેશમાં હોલિસ્ટિક વ્યૂ સાથે હેલ્થ ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે: કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લાં દાયકામાં આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સુવિધાઓ, હેલ્થકેર…

Read More

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યુ

હિન્દ ન્યુઝ, અમદાવાદ    કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગરપાલિકાના ₹330 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ, ઈ-લોકાર્પણ, ગણેશજીની મૂર્તિનું અનાવરણ તથા વણઝરના પુનર્વસિત રહેવાસીઓને સનદ અર્પણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના પશ્ચિમ તથા દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો માટે મહત્ત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું. વર્ષો જૂની માંગણીઓ સંવેદનશીલતાની સાથે પૂર્ણ થવાનું મુખ્ય કારણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી સંવેદનશીલ વિકાસની રાજનીતિ છેઃ કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી 2025નું વર્ષ અમદાવાદ માટે વિકાસની હેલી અને વિશ્વ કક્ષાએ ગૌરવનું વર્ષ સાબિત…

Read More

44th મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025મા ભાગ લેવા માટે ગુજરાતની ટીમ વડોદરા રેલ્વે સ્ટેશન થી રવાના

હિન્દ ન્યુઝ, વડોદરા    44મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025 બેંગલુરુ, કર્ણાટક ખાતે યોજાનાર છે, જેમાં ગુજરાત ટીમના ખેલાડી ભાઈઓ અને બહેનો આજ રોજ વડોદરા રેલવે સ્ટેશનથી બેંગલુરુ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા રવાના થયા. AKFFG ના જનરલ સેક્રેટરી, સંતોષ ગરુડ દ્વારા જણાવાયું કે, 44મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025 બેંગલુરુ, કર્ણાટક ખાતે તા. 31-12-2025 થી 04-01-2026 ના રોજ યોજાનાર છે, જેમાં ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી ૩૬ ટીમ આવવાની છે. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો ખેલાડીઓ ભાગ લેવાના છે, જે ખુબ આનંદની લાગણી અનુભવાય છે. જેમાં ગુજરાત રાજ્યના ભાઈઓ…

Read More