હિન્દ ન્યૂઝ, જેતપુર
જેતપુર તાલુકા ના સરધારપુર ગામે ગત રાત્રે કુવામાંથી એક યુવકનો મૃતદેહ પગ બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેની જાણ થતાંજ પોલીસ, મામલતદાર અને શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળવાથી એફ.એસ.એલ ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
આ બનાવ અંગે સૂત્રો પાસેથી વધુ વિગત મેળવતા જાણવા મળ્યું છે કે મૃતક જેન્તી ઉર્ફે ભોલો માધાભાઈ બગડા (ઉ.૨૮) પોતાના ઘર પાસે જ પાન બીડી અને જરૂરી ચીજ વસ્તુની દુકાન ધરાવે છે અને સંતનામાં એક છોકરો એક છોકરી છે. સરળ સ્વભાવનો જેન્તી પોતના કામથી કામ રાખતો હતો અને ક્યારેય બહાર કે ઘરમાં પણ કોઈ સાથે મનદુઃખ થાય તેવો સ્વભાવ પણ ધરાવતો ન હતો છતાં પણ એકા એક તેના કુવામાંથી મૃતદેહના સમાચાર સાંભળતા જ સૌ કોઈ અચંબામાં મુકાઈ ગયા હતા. પગ બાંધેલી હાલતમાં મળેલ મૃતદેહ ઘણા તર્ક વિતર્ક સર્જી રહ્યું છે. જેની ગંભીરતાને લઈને મૃતદેહને રાજકોટ એફ.એસ.એલ ખાતે પી.એમ અર્થે રવાના કરાયો હતો અને પોલીસ દ્વારા સઘન તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.
રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર