થરાદ તાલુકાના ભાચર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર કરી રહ્યા છે મનમાની મન ફાવે ત્યારે આશા વર્કરો અને છુટા કરી રહ્યા છે

હિન્દ ન્યૂઝ, થરાદ

થરાદ તાલુકાના ભાચર ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા આશાવર્કરો સામે ગેર વર્તન કરતા હોય તેવું સામે આવી રહ્યું છે. સરકાર તરફથી આશાવર્કરો ને મળતા લાભો મેડિકલ ઓફિસર પોતાની ઈચ્છા પ્રમાણે આપી રહ્યા છે, જ્યારે સરકાર તરફથી આશાવર્કરો ને અમુક કીટો આપવામાં આવતી હોય છે. જેમાં બેગ, ઘડિયાળ જેવી અનેક ચીજવસ્તુઓ આશાવર્કરો ને આપવા માટે આરોગ્ય કેન્દ્ર ખાતે આવતી હોય છે. ત્યારે ભાચર ગામના આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર જો ઇચ્છા થાય તો આપે નહીંતર તેમના લાગતાવળગતા બાબુઓને સારા લાગે છે અને વસ્તુઓ આપતા હોય તે ત્યારે આશા વર્કરો દ્વારા જાણવા મળ્યું હતું કે મેડિકલ ઓફિસર દ્વારા તેમને કહ્યું હતું કે તમે કામગીરી કરતા નથી તો તમને બેગ અને ઘડિયાળ આપવામાં આવશે નહીં. આશાવર્કરો તો કામગીરી કરે છે પણ મેડિકલ ઓફિસર આરોગ્ય કેન્દ્ર ઉપર હાજર જ હોતા નથી તો તમને કયાંથી દેખાઈ શકે. આશાવર્કરો કામ કરે છે કે નહીં મેડિકલ ઓફિસર પોતાની પ્રાઇવેટ મેડિકલ ખોલીને બેઠા છે અને પોતાનો સંપૂર્ણ સમય પોતાની ખાનગી મેડિકલ માં આપતા હોય છે, ત્યારે તેમને ક્યાંથી દેખાય કે આશાવર્કરો કામ કરે છે કે નથી કરતી જો તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો સંપૂર્ણ ભાંડો ફૂટી શકે તેમ છે.

રિપોર્ટર : રજનીકાન્ત જોષી, થરાદ

Related posts

Leave a Comment