કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં વાવડી, નેસડા અને હડિયાણા ખાતે “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ”ની ઉજવણી કરાઇ

કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં વાવડી, નેસડા અને હડિયાણા ખાતે “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ”ની ઉજવણી કરા

હિન્દ ન્યુઝ, જામનગર 

     રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાની વાવડી પ્રાથમિક શાળા, નેસડા પ્રાથમિક શાળા, હડિયાણા કન્યા શાળા અને હડિયાણા તાલુકા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દાયકા પહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરાવી હતી. શિક્ષણ ક્ષેત્રે ગુજરાત રાજ્યનું સ્તર સુધરે અને એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે હજુ પણ શાળાઓમાં આ ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની સફળતાના પરિણામે વાલીઓમાં પણ શિક્ષણ ક્ષેત્રે જાગૃતતા આવી છે. શાળાઓમાં નામાંકન દર વધારવા માટે તથા ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા માટે ગુજરાત સરકારને સારી સફળતા મળી છે. સરકારની આ શૈક્ષણિક પહેલમાં શિક્ષકો સાથે લોકોની પણ સહભાગીતા વધી છે. નવી શિક્ષણ નીતિ અમલમાં આવતા શિક્ષણ ક્ષેત્રે નવસર્જન થયું છે જેના પરિણામે બાળકો ભાર વગરનું ભણતર અને સુવિધા સભર શિક્ષણ મેળવી રહ્યા છે. ગુજરાત સરકારના સો ટકા સાક્ષરતાના ધ્યેયને આગળ ધપાવવામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની મહત્વની ભૂમિકા છે. 

જામનગર જિલ્લાની વાવડી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બાલવાટિકામાં 21 બાળકો, આંગણવાડીમાં 11 બાળકો, નેસડા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 10 બાળકો અને આંગણવાડીમાં 4 બાળકો, હડિયાણા તાલુકા શાળા અને હડિયાણા કન્યાશાળામાં ધો.9માં 40 બાળકોએ, આંગણવાડીમાં કુલ 20 બાળકો અને બાલવાટિકામાં 27 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.પ્રવેશ મેળવનાર તમામ બાળકોને મંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા શૈક્ષણિક કીટ એનાયત કરીને શાળામાં આવકારવામાં આવ્યા હતા તથા બાળકોને ઉજળા ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ શાળાઓના પ્રતિભાશાળી બાળકોનું તથા જ્ઞાનસેતુ અને જ્ઞાન સાધના પરીક્ષામાં ઉતીર્ણ થયેલ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તથા દાતાશ્રીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને શીલ્ડ આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, હડિયાણા તાલુકા શાળા ખાતે સાંસદશ્રી પૂનમબેન માડમ દ્વારા ફાળવવામાં આવેલ કોમ્પ્યુટર તથા વોટર કુલર મંત્રીના હસ્તે શાળાને અર્પણ કરવામાં આવ્યા હતા.  

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ બેટી બચાવો બેટી પઢાઓ, કન્યા કેળવણી, સ્વચ્છ ભારત અભિયાન, વૃક્ષારોપણ વગેરે જેવા વિષયો પર વક્તવ્ય તથા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.કાર્યક્રમના અંતે શાળાઓના પટાંગણોમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં જોડીયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગરચર, અગ્રણીઓ જયસુખભાઈ પરમાર, ભરતભાઈ ડાંગર, બાબુભાઈ સોલંકી, દેવાતભાઈ સોલંકી, રસિકભાઈ ભંડેરી, મગનભાઈ પરમાર, મામલતદાર ગોહિલ, નાયબ બાગાયત નિયામક વિમલભાઈ નકુમ, બી.આર.સી.કોર્ડીનેટર ઝાલા, સી.આર.સી કોર્ડીનેટર કનુભાઈ જાટીયા, અધિકારીઓ, આગેવાનઓ, દાતાઓ શાળાના વિદ્યાર્થીઓ, આચાર્ય, શિક્ષકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment